jamnagar : નગર પ્રાથમિક શિક્ષકોની આંદોલનની તૈયારી, 5થી 16 ઓગસ્ટ સુધી આંદોલનની ચીમકી

|

Jul 30, 2021 | 10:00 PM

રાજ્યમાં 5 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 5 ઓગસ્ટે સોશિયલ મીડિયા મારફતે શિક્ષકો પોતાની માંગ મુકશે.

jamnagar : રાજ્યમાં 4200 ગ્રેડ પે મુદ્દે નગર પ્રાથમિક શિક્ષકો ઉગ્ર આંદોલનની તૈયારી કરી રહ્યાં છે. રાજ્યમાં 5 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 5 ઓગસ્ટે સોશિયલ મીડિયા મારફતે શિક્ષકો પોતાની માંગ મુકશે. તો 10 ઓગસ્ટે શહેરોમાં એક દિવસીય પ્રતિક ધરણાં કરવામાં આવશે. હાલ શિક્ષકોમાં ગ્રેડ પેને મુદ્દે ભારે નારાજગી પ્રવર્તે છે. અને, જો તેમની માગને સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી શિક્ષક સંઘ ઉચ્ચારી રહ્યું છે. ત્યારે શિક્ષકોના આંદોલનની ચીમકીની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.

 

Next Video