Jamnagar: મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ બન્યા પ્રતિમા જાની, ચેન ચોરનાર મહિલાને ઝડપી 15 લોકોની ટોળકી સહિત 17 લાખનો મુદ્દામાલ કરાવ્યો પરત

|

Feb 04, 2023 | 11:46 PM

Jamnagar: જામનગરના પ્રતિમાબેન જાની મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ બન્યા છે. ચેન ચોરી કરનાર મહિલાને ઝડપી લઈને 15 લોકોની ટોળકી સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરાવવામાં નિમિત બન્યા છે.

Jamnagar: મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ બન્યા પ્રતિમા જાની, ચેન ચોરનાર મહિલાને ઝડપી 15 લોકોની ટોળકી સહિત 17 લાખનો મુદ્દામાલ કરાવ્યો પરત
ચેન ચોરોની ગેંગ ઝડપાઈ

Follow us on

જામનગર જિલ્લાના જામજોધપુર ગામમાં તા 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ગુરુ વંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જ્યા કથા સાંભળવા મોટી સંખ્યામાં દૂર દૂરથી હરીભક્તો આવ્યા હતા. તા. 01.02.2023ના રોજ સમગ્ર માહોલ કથામય હતો અને સભાખંડથી થોડી જ દુરી પર પ્રસાદી લેવા માટેના કાઉન્ટરો લાગ્યા હતા, ત્યાં અચાનક મુખ્ય દરવાજા પરથી ચેન ચોરાયાની બુમ પડી. બુમ સાંભળતાં જ દરવાજા પાસે સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપતાં પ્રતિમાબેન જાનીની નજર ચેન ચોરનાર બેન પર જતા જ તેને પકડી પાડતા તેણે ભાગી છુટવા માટે ઝપાઝપી કરી હતી. પરંતુ પ્રતિમાબેને હિંમતભેર સામનો કરી એ મહિલાને ઝડપી લીધી.

ત્યારબાદ એ મહિલાને અલગ રૂમમાં લઈ ગયા જયાં વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતુ કે તેની સાથે અન્ય બહેનો પણ હતી અને તેઓની યોજના આયોજનબદ્ધ હતી. આ સમગ્ર બનાવ પછી પોલીસને બોલાવી તેને સોંપી દેવામાં આવ્યા. તે પછી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા વધુ વિગત જાણવા મળી અને તેમણે આખો ઘટનાક્રમ બતાવ્યો અને જાણવા મળ્યું કે તે  15 લોકોની ટોળકી છે જે રાજસ્થાનથી ગુજરાતમાં ચોરીના ઈરાદાથી આવેલી છે.

જામજોધપુર પોલીસે જામનગર એલસીબીને જાણ કરી હતી અને તેઓને કુલ 17,55, 500 રૂપિયાના મુદ્દામાલ સાથે પૂરી ટોળકીને ઝડપી પાડી હતી. જામજોધપુર પોલીસ અને એલસીબી જામનગરે પોતાની ટીમ સાથે તરત જ એક્શન લઈને આવા અન્ય કિસ્સા થતા અટકાવ્યા હતા અને ગુનાહિત કૃત્યો આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જે સમગ્ર ઘટનાના મૂળમાં ક્યાંકને ક્યાંક પ્રતિમાબેન જાની નિમિત્ત બન્યા હતા. પ્રતિમાબેન જાની પોતે 50 વર્ષના હોવા છતાં પણ પોતાની સમયસૂચકતા અને હિંમતને કારણે પ્રજાહિતનું અને સમાજસેવાનું કાર્ય પાર પાડ્યું હતું.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

આ પણ વાંચો: Jamnagar: દેશભરમાંથી 150 વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરના ખાસ કલેકશનનું બે દિવસીય એક્ઝિબિશન યોજાયુ, 486 ફોટાઓની એન્ટ્રી રજૂ કરાઈ

પ્રતિમાબેન જાનીના જણાવ્યા મુજબ,”કોઈપણ સેવાકાર્ય કરીએ તો ભગવાન આપણને સાથ આપે જ છે. આપણે ડર્યા વગર મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. હિંમત અને સદકાર્યો કરવા માટે ઉંમરને કોઈ લેવાદેવા નથી.” ખરેખર, પ્રતિમાબેન જાની પાસેથી સમાજે ઘણું શીખવા જેવું છે, જેથી સમાજને નુકશાન પહોંચાડનાર તત્વો પણ આવા કૃત્યો કરતાં અનેક વાર વિચારે.

Next Article