
15 વર્ષ પહેલા મુંબઈમાં થયેલા હુમલાના દિવસને દેશ ભુલી ના શકે. મુંબઈમાં થયેલા હુમલા બાદ દરિયાઈ સુરક્ષામાં ચુક સામે આવી છે. તેથી દેશની સુરક્ષા એજન્સીઓ તે ચુક ફરી ના થાય તે માટે સુરક્ષાને વધુ મજબુત બનાવી છે. દરિયાની સુરક્ષા કરતી કોસ્ટગાર્ડ દરિયાઈ સુરક્ષા માટે વધુ મજબુત બની છે. ફરી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં દુશમનો સફળ ના થઈ શકે તેવી સુરક્ષા-કવચ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી છે.
પાડોશી દેશ પાકિસ્તાનથી જોડાયેલ દરીયાઈ માર્ગે ઘુસણખોરી માટે ઉપયોગ થતો હોય છે. દેશની સુરક્ષા વધુ મજબુત બનાવવા માટે છેલ્લા દોઢ દાયકામાં સુરક્ષા એજન્સીઓને વધુ જહાજો, ઉપકરણો, સવલતો આપીને દરીયાઈ સુરક્ષા કરતી એજન્સીઓને અપગ્રેડ કરવામાં આવી છે. દરીયાની અંદર સુરક્ષાની જવાબદારી સંભાળી ભારતીય કોસ્ટગાર્ડને વધુ મજબુત કરવામાં આવી છે.
હાલ કોસ્ટગાર્ડ પાસે 157 જહાજ, 78 હેલીકોપ્ટર, 48 ડોર્નીયાર વિમાન અને મોટી સંખ્યામાં જવાનોની ટીમ તૈનાત છે. અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ તમામ એજન્સી સાથે સંકલન કરીને દરીયાઈ સુરક્ષાને વધુ મજબુત બનાવી છે. તે માટે વખતો વખત સાગર-કવચ સંયુકત કવાયત કરવામાં આવે છે. નેવી, કસ્ટમ, મરીન પોલીસ, કસ્ટમ, એટીએસ, સહિતની સુરક્ષા એજન્સી સાથે સંકલન કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે અનેક સફળ ઓપરેશન કર્યા છે.
ઘુસણખોરીનો પ્રયાસ હોય, ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરીયા માર્ગે પહોંચાડવાનો પ્રયાસ હોય અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવવા કોસ્ટગાર્ડે સફળતા મેળવી છે. રાઉન્ડ ધ કલોક દરીયાની અંદર ભારતીય કોસ્ટગાર્ડ દેશની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવે છે.
ભારતીય કોસ્ટગાર્ડના ડીજી રાકેશ પાલે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર અને રક્ષા મંત્રાલયમાં કોસ્ટગાર્ડ દ્વારા મુકવામાં આવેલ તમામ પ્રસ્તાવોને ત્વરીત મંજુરી આપવામાં આવે છે. કોસ્ટગાર્ડને વધુ એક ટ્રેનિંગ શીપ, 14 જહાજ, 6 પેટ્રોલીંગ શીપ ટુંક સમયમાં મળશે. આ ઉપરાંત દરીયામાં પડેલા ઓઈલને કંટ્રોલીંગ કરવામાં ખાસ 100 મીટરથી લાંબા 3 જહાજો છે. 2025માં વધુ બે જહાજો મળશે. ભારતીય કોસ્ટગાર્ડ 14 મંત્રાલય સાથે સંકળાયેલ છે અને દેશની સુરક્ષા કરતી ભારતીય કોસ્ટગાર્ડ ભારતીય સમુદ્ર ઉપરાંત અન્ય દેશમાં જઈને સહાનીય કામગીરી કરી છે.
ભુતકાળની બનેલી ઘટના બાદ સુરક્ષા એજન્સીને વધુ મજબુત બનાવવામાં આવી છે. દેશની સુરક્ષામાં કોઈ કચાસના રહે તે માટે સરકારે સુરક્ષા એજન્સીઓને વધુ મજુબત બનાવી છે તો સુરક્ષા એજન્સીના જવાનોએ નિષ્ઠાપુર્વક ફરજ બજાવે છે. સુરક્ષા એજન્સીઓના જવાનો પર દરેક દેશવાસીઓને ગૌરવ છે.