Jamnagar: કાલાવાડનું રામાપીરનું મંદિર અષાઢી બીજના દિવસે રહેશે ખુલ્લું

|

Jul 10, 2021 | 5:00 PM

અષાઢી બીજના દિવસે કાલાવડ તાલુકાના નવારણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજ (રામાપીર) નું મંદિર (Ramdevji Temple) ખુલ્લું રહેશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

Jamnagar : અષાઢી બીજના દિવસે અમુક મંદિર બંધ રાખવામાં આવ્યા છે, તો અમુક મંદિર કોરોના ગાઇડલાઇન મુજબ ખુલ્લી રાખી શકાશે. આ વચ્ચે કાલાવડ તાલુકાના નવારણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મહારાજ (રામાપીર) નું મંદિર (Ramdevji Temple) અષાઢી બીજના દિવસે રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. બીજના દિવસે રામાપીરની બાવન ગજની ધ્વજારોહણ થાય છે.

મોટી સંખ્યામાં ભક્તો બીજની માનતા રાખીને દર્શન કરી માનતા પુરી કરવા આવતા હોય છે. મંદિરમાં આરતી દર્શન, અન્નશ્રેત્ર, દર્શનાર્થીઓ માટે ઉતારા વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. દર્શન સિવાય તમામ કાર્યક્રમો બંધ રાખવાનો ટ્રસ્ટ્રી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનાર્થીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું રહેશે.

Next Video