JAMNAGAR : કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ APMC પર ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો

|

Nov 09, 2021 | 11:43 AM

સરકારે એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદવાનું જ નક્કી કરેલું છે.. ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં મગફળી ખરીદી કરે અને સમયસર નાણા ચૂકવે.

JAMNAGAR : જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટ યાર્ડથી ખરીદી શરૂ કરાવી છે.. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1 હજાર 110 રૂપિયા નક્કી કર્યો છે.. ખેડૂતોને એક મણ મગફળીએ 1 હજાર 110 રૂપિયા મળી રહ્યા છે.. ગયા વર્ષે આ ભાવ 1 હજાર 55 રૂપિયા હતો.. ભાવને લઈ ખેડૂતોમાં સંતોષ છે.. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે ભાવ આપવામાં આવી રહ્યો છે સંતોષકારક છે.. પરંતુ સરકારે એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદવાનું જ નક્કી કરેલું છે.. ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં મગફળી ખરીદી કરે અને સમયસર નાણા ચૂકવે.

રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે આજે લાભ પાંચમના શુભ દિવસે રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે. કૃષિપ્રધાને કહ્યું કે તેમણે જામનગરમાં ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. કૃષિપ્રધાને કહ્યું કે તેઓ જોડિયા, જામનગર અને કાલાવડમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરાવશે. તેમણે કહ્યું રાજ્યના 28 જિલ્લાઓમાં 90 દિવસ સુધી આ પ્રક્રિયા શરૂ રહેશે.

રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને જરૂરી મેસેજ પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષે પ્રતિ મણ રૂ.1110 ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવશે. હય વર્ષે ટેકાના ભાવ રૂ.1055 હતા, જે આ વરશે વધારવામાં આવ્યાં છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્યભરમાંથી 2,66, 000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો : વિવાદોનો અખાડો બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હવે ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે. જોષીને મળી કારણદર્શક નોટીસ

આ પણ વાંચો : VADODARA : સ્ટર્લિંગ હોસ્પિટલની મુશ્કેલીઓ વધી, વધુ 14 લોકોએ છેતરપિંડીની ફરિયાદ કરી

Published On - 11:40 am, Tue, 9 November 21

Next Video