જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, ટેકાના ભાવે વેચાણ શરૂ

|

Nov 11, 2021 | 11:10 PM

હાપા માર્કેટમાં રાજ્યમાં સૌથી વધુ ભાવ ખેડૂતોને હરાજીમાં મળ્યાં હતા.એક મણના રૂપિયા 1 હજાર 665 મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

ગુજરાતમાં(Gujarat)દિવાળીના(Diwali)તહેવારો બાદ માર્કેટ યાર્ડ શરૂ થયા છે. તેમજ સરકાર દ્વારા પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતો મગફળી લઈને બજારમાં આવી રહ્યા છે.ત્યારે આજે જામનગરના (Jamnagar)  હાપા માર્કેટીંગ યાર્ડમાં(Hapa Market Yard) મગફળીની(Groundnut)મબલખ આવક થઇ હતી.

હાપા માર્કેટમાં રાજ્યમાં સૌથી વધુ ભાવ ખેડૂતોને હરાજીમાં મળ્યાં હતા.એક મણના રૂપિયા 1 હજાર 665 મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ માર્કેટમાં મગફળીની વધુ આવક થતાં હાલ નિયંત્રણ મુકવામાં આવ્યું છે.આજે સાંજે 8થી સવારે 9 વાગ્યાં સુધી જ મગફળીની ખરીદી કરાશે.ત્યારબાદ મગફળીની નવી આવક પર પ્રતિબંધ મુકાશે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો લાભ પાંચમથી પ્રારંભ થઈ ચૂક્યો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે ધ્રોલ માર્કેટ યાર્ડથી ખરીદી શરૂ કરાવી હતી. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1 હજાર 110 રૂપિયા નક્કી કર્યો છે.. ખેડૂતોને એક મણ મગફળીએ 1 હજાર 110 રૂપિયા મળી રહ્યા છે..

ગયા વર્ષે આ ભાવ 1 હજાર 55 રૂપિયા હતો. ભાવને લઈ ખેડૂતોમાં સંતોષ છે.. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે ભાવ આપવામાં આવી રહ્યો છે સંતોષકારક છે. પરંતુ સરકારે એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદવાનું જ નક્કી કરેલું છે.ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં મગફળી ખરીદી કરે અને સમયસર નાણા ચૂકવે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 234એ પહોંચી

આ પણ વાંચો : IIM અમદાવાદ મેનેજમેન્ટના પાઠ શીખવવા માટે ભગવદ ગીતા પર આધારિત કોર્સ શરૂ કરશે

Published On - 11:08 pm, Thu, 11 November 21

Next Video