Jamnagar : પોથીયાત્રાનો સમગ્ર માર્ગ ગુલાબની પાંદડી તેમજ રંગોળીથી સજાયો

|

May 01, 2022 | 8:08 PM

જામનગરના(Jamnagar) પ્રદર્શન મેદાનમાં આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. પોથીયાત્રા ૧૦.૪૫ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવી પહોંચી, અને પોથીજીનું રમેશભાઈ ઓઝા દ્વારા પૂજન અને શાસ્ત્રોકત વિધિ પછી દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરીને પૂજનવિધિ સંપૂર્ણ કરાયા બાદ ભાગવત કથાનું રસપાન શરૂ કરાવાયું હતું.

Jamnagar : પોથીયાત્રાનો સમગ્ર માર્ગ ગુલાબની પાંદડી તેમજ રંગોળીથી સજાયો
Jamnagar Pothiyatra

Follow us on

જામનગરના(Jamnagar)આંગણે રવિવાર 1લી મેના દિવસથી પ્રારંભ થયેલી પૂજ્ય રમેશભાઈ ઓઝાની(Ramesh Oza) ભાગવત સપ્તાહ (Bhagavat Saptah) ના પ્રારંભે યજમાન પરિવારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના નિવાસ્થાને થી નીકળેલી પોથીયાત્રા કે બ્રુકબોન્ડ માર્ગ અને ત્યાર પછી પંડિત નહેરુ માર્ગ પર પ્રવેશી, અને ત્યાંથી છેક જિલ્લા પંચાયત સર્કલ અને કથા સ્થળ સુધી પહોંચી જે સમગ્ર માર્ગ પર ઠેરઠેર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી, અને ઠેર ઠેર રંગોળીથી માર્ગને સજાવી દેવાયો હતો. જે જામનગરના ઇતિહાસ માટેનો યાદગાર દિવસ બન્યો છે.

પોથીયાત્રાનો સમગ્ર માર્ગ ગુલાબની પાંદડીઓ થી છવાયો

પોથીયાત્રા પ્રારંભ થઇને મુખ્ય માર્ગ પર આવી દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા ભારે માત્રામાં પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, અને હેલિકોપ્ટરમાં જ બેઠેલા યજમાન પરિવાર ના સભ્યો દ્વારા હવામાં ચક્કર લગાવીને પોથીયાત્રા પર ભારે પ્રમાણમાં પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, અને પોથીયાત્રાનો સમગ્ર માર્ગ ગુલાબની પાંદડીઓ થી છવાયો હતો. સાથો સાથ રથયાત્રાના માર્ગ પર અનેક સ્થળે વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો ના આગેવાનો દ્વારા મોટા પ્રમાણમાં પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. સાથોસાથ પોથીયાત્રાના માર્ગમાં આવતા અનેક ચોકમાં રંગબેરંગી રંગોળી બનાવાઈ હતી, અને સમગ્ર છોટીકાશી ભક્તિસભર વાતાવરણમાં પરિવર્તિત થઇ હતી. જે જામનગર માટેનો યાદગાર દિવસ બન્યો છે.

કથા મંડપ પ્રારંભની સાથે જ ગણતરીની મિનિટોમાં ભરાઈ ગયો

જામનગરના પ્રદર્શન મેદાનમાં આજથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. પોથીયાત્રા ૧૦.૪૫ કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવી પહોંચી, અને પોથીજીનું રમેશભાઈ ઓઝા દ્વારા પૂજન અને શાસ્ત્રોકત વિધિ પછી દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરીને પૂજનવિધિ સંપૂર્ણ કરાયા બાદ ભાગવત કથાનું રસપાન શરૂ કરાવાયું હતું. જેની ગણતરીની મિનિટોમાં જ કથાનો મુખ્ય ડોમ ભરાઈ ગયો હતો, અને પ્રથમ દિવસે જ શ્રોતાગણની ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. શિસ્તબદ્ધ સ્વયંસેવકોની સુચારુ વ્યવસ્થાના સંચાલનના કારણે પ્રત્યેક શ્રોતાગણ ને કથા મંડપમાં બેસવા માટે અને ખલેલ પહોંચ્યા વિના કથાનું રસપાન કરી શકે, તેવી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

કથા મંચ પર આરતી સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની વેશભૂષા

જામનગર ના આંગણે પ્રારંભ થયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રથમ દિવસે કથાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી આરતી કરવામાં આવી હતી, જે આરતી સમયે નગરની બે કન્યાઓ કે જેઓએ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનું રુપ ધારણ કરીને કથા મંચ પર ઉપસ્થિત રહ્યા હતા, જે સૌ શ્રોતાગણનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેઓની સનમુખ પ્રથમ દિવસની આરતી કરવામાં આવી હતી, અને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા ની વેશભૂષા ને લઈને ભગવાન ખુદ અવતર્યા હોય, તે પ્રકારનો કથા મંચ પર માહોલ ખડો થયો હતો.

ભાગવત સપ્તાહના પ્રથમ દિવસ ની આરતી અનાથ બાળકોના હસ્તે કરાઈ

જામનગર ના પ્રદર્શન મેદાનમાં પ્રારંભ થયેલી પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના પ્રારંભે પ્રથમ દિવસ ની આરતી શહેરના અનાથ બાળકોને સાથે રાખીને કરવામાં આવી હતી. ભાગવત સપ્તાહના યજમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) અને તેમના પરિવાર ઉપરાંત જામનગર શહેરના અનાથ બાળકોને સૌપ્રથમ મંચ પર બોલાવીને તેઓના હસ્તે પ્રથમ દિવસ ની આરતી કરવામાં આવી હતી, અને ભક્તિમય વાતાવરણ બનાવાયું હતું, સાથોસાથ તમામ અનાથ બાળકોને ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા શૈક્ષણિક કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાગવત સપ્તાહના પ્રથમ સત્ર બાદ બહોળી સંખ્યામાં શ્રોતાજનોએ મહાપ્રસાદનો લાભ લીધો

જામનગરના આંગણે યોજાઇ રહેલી પૂજ્ય ભાઈની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પ્રથમ સત્ર બાદ ડી.સી.સી. હાઇસ્કૂલના પટાંગણમાં ભોજન શાળા તૈયાર કરાઈ છે, જેમાં ભાઈઓ અને બહેનો તેમજ વીઆઈપી લોકો માટેની જુદી જુદી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જ્યાં બહોળી સંખ્યામાં શ્રોતાગણે મહાપ્રસાદનો લાભ લીધો હતો. શહેરની જુદી-જુદી સેવાકીય સંસ્થાના ભાઈઓ-બહેનોની સ્વયં સેવકોની મોટી ફોજ પ્રસાદ વિતરણ માં જોડાઈ હતી. જેઓના સફળ આયોજનના પગલે પ્રત્યેક શ્રોતા ગણે સુંદર રીતે મહાપ્રસાદનો લાભ લીધો હતો અને હજારોની સંખ્યામાં શ્રોતાગણ જોડાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદના મણિનગરમાં શાકભાજી વેચતા વ્યક્તિની એક કિડનીમાંથી નીકળી 250થી વધુ પથરી

આ પણ વાંચો : ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

Published On - 8:07 pm, Sun, 1 May 22

Next Article