Jamnagar : ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી, યુવતિઓને બ્લેકમેઈલ કરનાર વૃધ્ધની સાયબર સેલે ધરપકડ કરી

|

Aug 07, 2022 | 10:08 PM

જામનગર સાઈબર ક્રાઈમની ટેકનીકલ ટીમે તપાસ આંરભી હતી. જેમાં પોલીસ દ્રારા તપાસ કરતા આરોપીના નંબર મેળવીને તેની ઓળખ મેળવી. જેમાં જામનગરના જામજોધપુર તાલુકાના સિદસર ગામના 63 વર્ષીય વૃધ્ધ હોવાનુ જાણવા મળ્યું હતું. 

Jamnagar : ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી, યુવતિઓને બ્લેકમેઈલ કરનાર વૃધ્ધની સાયબર સેલે ધરપકડ કરી
Jamnagar Cyber Cell Arrest Cyber Crime Accused

Follow us on

જામનગર(Jamnagar)સાઈબર ક્રાઈમની (Cyber Crime) ટીમને એક ફરીયાદ મળી હતી. ઇન્સ્ટાગ્રામમાં( Instragram) ફેક આઈડીથી મિત્ર બનેલા વ્યકિત દ્રારા બ્લેકમેઈલ કરવામાં આવે છે. જે ફરીયાદના આધારે સાઈબર ક્રાઈમની ટેકનીકલ ટીમે તપાસ આંરભી હતી. જેમાં પોલીસ દ્રારા તપાસ કરતા આરોપીના નંબર મેળવીને તેની ઓળખ મેળવી. જેમાં જામનગરના જામજોધપુર તાલુકાના સિદસર ગામના 63 વર્ષીય વૃધ્ધ હોવાનુ જાણવા મળ્યું હતું.  બાદ જામજોધપુર પોલીસની મદદથી આરોપીને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સોશિયલ મીડીયામાં યુવાનો જ આ પ્રકારની પ્રવૃતિ કરતા હોવાનું માનવામાં આવે છે. પરંતુ 63 વર્ષીય રસીકલાલ નારણ વડાલીયા જે મુળ ખેતી કામ કરે છે. પરંતુ ઈન્ટાગ્રામમાં પોતાનુ ફેક આઈડી બનાવી. તેમાં જામજોધપુર અને કાલાવડ તાલુકા વિસ્તારની યુવતિઓને સર્ચ કરીને તેની સાથે મિત્રતા કરતો. અને બાદ તેની પાસેથી ફોટા, વિડીયો કોલ કરતો. બાદ યુવતિ સંબંધ તોડે કે બોલવાનુ બંધ કરે તો આ ફોટા સગા-સંબંધી કે વાયરલ કરવાની ધાકધમકી આપી બ્લેક મેઈલ કરતો હતો. પોલીસે તેના ફોનમાંથી વધુ યુવતિઓના ફોટા મેળવ્યા છે.

વૃધ્ધ દ્રારા યુવતિઓને બ્લેક મેઈલ કરવાનો કિસ્સો અટક્યો અને વૃધ્ધને પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ

જેમાં 63 વર્ષીય સિનીયર સીટીઝન ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી-બનાવી, યુવતિઓ સાથે મિત્રતા કેળવી તેની વિશ્વાસ જીતી પ્રેમજાળમાં ફસાવીને છોકરીઓના અશ્લિલ ફોટા કે વિડીયો મંગાવી સેવ કરી. તેના સગા સબંધીઓને મોકલી વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધાક-ધમકી આપતો. અને સંબંધ રાખવા માટે મજબુર કરતો. એક ફરીયાદીની ફરીયાદથી વૃધ્ધ દ્રારા યુવતિઓને બ્લેક મેઈલ કરવાનો કિસ્સો અટક્યો અને વૃધ્ધને પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પ્રકારના કિસ્સાઓ સોશિયલ મીડીયાનો ઉપયોગ કરતા દરેક વ્યકિત માટે લાલબતી સમાન છે. કે કોઈ પણ અજાણી વ્યકિત સાથે સોશિયલ મીડીયામાં જોડાવુ નહી, કે વિશ્વાસમાં આવુ નહી. જેમાં કોઈ જાણીતી કે અજાણી વ્યકિત કોઈ પ્રકારે બ્લેકમેઈલ કરવામાં આવે તો તેની ફરીયાદ પોલીસને આપવાથી આવા લોકોને અટકાવી શકાય. સાઈબર સેલની ટીમ દ્રારા પણ અપીલ કરવામાં આવી છે. આ પ્રકારે કોઈ બ્લેકમેઈલ કરે તો તેની જાણ પોલીસને કરવી જોઈએ.ઈન્ટરનેટ અને સોશિયલ મીડીયાનો ઉપયોગ યુવાપેઢીમાં વધ્યો છે. સાથે સોશિયલ મીડીયાના કારણે બ્લેકમેલીંગના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. કેટલાક કિસ્સાઓ પોલિસ મથકે પહોચે છે.

Published On - 10:07 pm, Sun, 7 August 22

Next Article