Jamnagar: મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત, 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

|

Mar 25, 2023 | 6:32 PM

Jamnagar: જામનગરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત કરવામાં આવી છે. 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયુ છે. મુંબઈમાં નાઈજેરિયન નાગરિક પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવામિ તપાસમાં સામે આવ્યુ છે.

Jamnagar: મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત, 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

Follow us on

જામનગરમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની અટકાયત કરવામાં આવી છે. 6 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દંપતી ઝડપાયુ છે. મુંબઈમાં નાઈજેરિયન નાગરિક પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાની દંપતીએ કબૂલાત કરી છે. પોલીસે ખીજડિયા બાયપાસ પરથી બાતમીને આધારે દંપતીને ઝડપી લીધા હતા. પકડાયેલ દંપતી સલીમ અને રેશમા રાજકોટ તરફથી બસ મારફતે જામનગર ઘુસાડવાની ફિરાકમાં હતા. જો કે એ પહેલા જ ખીજડિયા બાયપાસ પાસેથી SOGએ તેમને ઝડપી લીધા હતા. આ દંપતી સાથે જોડાયેલા અન્ય એક શખ્સનું નામ ખૂલ્યુ છે. સમગ્ર કેસમાં તપાસનો દૌર મુંબઈ સુધી લંબાયો છે.

જામનગર નજીક હાપા લાલવાડી આવાસ કોલોની વિસ્તારમાં રહેતું દંપતી સલીમ કાદરભાઈ લોબી (41 વર્ષ) અને રેશમાબેન સલીમભાઈ લોબી (40 વર્ષ) કે જે બંને નશીલા પદાર્થને અન્ય રાજ્યમાંથી આયાત કરીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે. આ દંપતી રાજકોટથી બસ મારફતે જામનગર તરફ આવી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સલીમ કાદરભાઈ અને તેની પત્ની રેશમાબેન કે જે બંને બસમાંથી ઉતરીને જામનગરમાં ઘુસવાનો પ્રયત્ન કરે તે પહેલા જ SOGની ટુકડી એ બંનેને અટકાયતમાં લઈ લીધા હતા.

આ દંપતીનું સઘન ચેકિંગ કરાતા તેમની પાસેથી રૂપિયા 6 લાખની કિંમતનો, નશીલા પદાર્થ મેં પેટ્રોલનો જથ્થો 60 ગ્રામ પાઉડર મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 6 લાખની કિંમતનું ડ્રગ્સ તેમજ રૂપિયા 390ની રોકડ રકમ અને ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત 6.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ પણ વાંચો: એક વર્ષમાં ગુજરાતમાંથી પકડાયુ 52 અબજ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ, એકલા અમદાવાદમાં જ ક્રાઈમ બ્રાંચે દોઢ કરોડ અને SOGએ 67 લાખનું ડ્રગ્સ કર્યુ કબ્જે

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે કે તેઓએ મુંબઈમાં ડુંગળી વિસ્તારમાં મનીષ માર્કેટ પાછળના ભાગમાં રેલવેના પાટા પાસેથી જોન નામના નાઈઝિરિયન નાગરિક પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મેળવ્યુ હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત તેઓની સાથે સમીર ઈકબાલભાઈ સમા નામનો શખ્સ કે જે પણ સાથે જોડાયો હોવાનો ખુલ્યુ છે. જેથી પોલીસે ઈકબાલભાઈ સમા અને નાઇજેરીયન નાગરિક જ્હોન બંનેને ફરાર જાહેર કર્યા છે અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવાયો છે.

Next Article