
જામનગર શહેરની ઐતિહાસિક ઈમારતને રીનોવેશન કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં લાખોટા તળાવ નજીક આવેલા ભુજીયા કોઠાનુ રીસ્ટોરેશન, કન્ઝર્વેશન એન્ડ રી-પ્રોડકશન વર્ક કરોડોના ખર્ચે કરવામાં આવે છે. જે કામ માટે ભુજીયા કોઠાનુ રોડ સાઈડ બનવવાના થતા સી-ટાઈપ સ્ટ્રકચરમાં નડતરરૂપ 7 દુકાનોનો કબજો મહાનગર પાલિકા કબજો મહાનગર પાલિકાની ટીમે મેળવ્યો.
દુકાનધારકોને વૈકલ્પિક જગ્યા પેટે ગોલ્ડન સીટીમાં તૈયાર થનાર આવાસ યોજનાની દુકાનો પૈકી 7 દુકાનો આપવામાં આવશે. જે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દુકાનોનું ડીમોલેશન કરી ભુજીયા કોઠાનુ બાકી રહેતુ સી-ટાઈપ સ્ટ્રકચરનુ કામ ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
ભુજીયો કોઠો ઐતિહાસિક રક્ષિત સ્મારક છે. જેનુ બાંધકામ ઈ.સ. 1852માં 170 વર્ષ પહેલા થયુ હતુ. આ સ્મારક બાંધકામ સમયે સૌરાષ્ટ્રનું ટોલેસ્ટ જે 120 ફુટ ઉચાઈ ધરાવત સ્ટ્રકચર હતુ. જેને 2001ના ભુંકપ વખતે ખુબ જ નુકશાન થયુ હતુ. સમય જતા ત્રણ માળને નુકશાન થયુ હતુ. જે આસપાસ વસવાટ કરતા રહેણાક વિસ્તાર માટે જોખમી હતુ. આ સ્મારકના રેસ્ટોરેશન, કન્ઝર્વેશન, કન્સોલીડેશન એન્ડ રી-પ્રોડકશનના કામ માટે વર્ષ 2017-18થી પ્રયત્ન કરવામાં આવ્યા. જે માટે રાજય સરકારે આગવી ઓળખની ગ્રાન્ટના 23 કરોડ મંજુર કર્યા છે.
ભુજીયા કોઠાને રક્ષિત સ્મારકનું કામ જુન 2020માં બે વર્ષની સમય મર્યાદામાં પુર્ણ કરવાનુ હતુ. સ્મારકને મુળ સ્થિતીમાં લાવવા માટે તેના આગળના ભાગે ભાગમાં જુની ડિઝાઈન મુજબ સી-ટાઈપ સ્ટ્રકચર હતુ. જે મુળ સ્વરૂપ જળવાઈ રહે માટે ગ્રાઉન્ડ ફલોરથી આ સ્મારને રી-પ્રોડકશનનુ કામ કરવુ જરૂરી હોય,તે માટે સ્મારકની નીચેના ભાગમાં આવેલી દુકાનનં 1 થી 7 કે જે દુર કર્યા બાદ થઈ શકે તેમ હોવાથી આવી દુકાનોને ફરી કબજો મેળવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે માટે કાયદાકીય લડતના કારણે થોડો સમય લાગ્યો. બાદ મહાનગર પાલિકા અને દુકાનધારકોએ સમાધાનિક પ્રક્રિયા કરીને વૈકલ્પિક જગ્યા આપ્યાનુ નકકી કર્યુ.
ભુજીયા કોઠાના નીચા ભાગે રીઝડીડના આધારે આશરે 4થી 5 દાયકાથી દુકાનધારકો વેપાર-વ્યવસાય કરતા હતા. જેમણે જામનગરની ઓળખના ખાસ પ્રોજેકટ માટે પોતાના વર્ષોથી ચાલતા વેપાર-વ્યવસાય માટે મહાનગર પાલિકા દ્રારા આપવામાં દરખાસ્તને સ્વીકારી.
આજે મહાનગર પાલિાકની ટીમ દ્રારા 7 દુકાનો કબજો મેળવવામાં આવ્યો. ટુંકમાં દુકાનધારકોને અન્ય સ્થળે દુકાન મળે તે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સાથે દુકાનો તોડીને ભુજીયા કોઠાનુ 25 ટકા જેટલુ બાકી રહેલા કામને શરૂ કરીને ટુંક સમયમાં પ્રોજેકટ પુર્ણ કરવામાં આવશે. જે શહેરનુ નવ રંગસાથે જુનો ભુજીયો કોઠાને નિહાળી શકશે.
Published On - 10:27 pm, Tue, 21 February 23