Jamnagar: કનસુમરા જમીન હેતુ ફેર પ્રકરણમાં 10 અધિકારીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

|

Jul 29, 2023 | 11:54 PM

Jamnagar: તાજેતરમાં જામનગર નજીકના દરેડ ગામનું હેતુફેર પ્રકરણ બહુ ગાજ્યું હતું. આ પ્રકરણના અંગારા હજુ સમ્યા નથી ત્યાં કનસુમરાની ખેતીની જમીનોને  ઓદ્યોગિક હેતુમાં ટ્રાન્સફર કરવા અંગેનું વધુ એક પ્રકરણ સામે આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા જવાબદારોને કોરર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટિસ ફટકારવામાં આવી છે.

Jamnagar: કનસુમરા જમીન હેતુ ફેર પ્રકરણમાં 10 અધિકારીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

Follow us on

Jamnagar:  જામનગરમાં કનસુમરાની ખેતીની જમીનોને ઓદ્યોગિક હેતુમાં ટ્રાન્સફર કરવા અંગેનું વધુ એક પ્રકરણ સામે આવ્યું છે.  સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલ હેતુફેરની કાર્યવાહીને વડી અદાલત લઇ જવામાં આવી છે. જેને લઈને હાઈકોર્ટ દ્વારા જવાબદારોને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ ઈસ્યુ થતા જ જામનગરના બિલ્ડર લોબીમાં ફરી ઝોન અને હેતુફેરને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ એટલે કે ‘જાડા’ ના ઠરાવના આધારે તા. 2 જાન્યુઆરી 2023ના રોજ સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી જામનગર તાલુકાના કનસુમરા ગામના જુના રે.સ.નં. 174, 175, 176, 178, પૈકી 179 પૈકી, 180, 181, 182, 183, 184, 185, 186, 187 પૈકી તથા188 પૈકીના સરવે નંબરોવાળી ખેતીની જમીન એગ્રીકલ્ચર ઝોનમાંથી મુકત કરી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટ્રાન્સફર અંગે બંધારણથી પ્રસ્થાપીત કાયદા અને  ગુજરાત હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ તથા હુકમોના અનાદરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ગેરકાયદેસરની કાર્યવાહી સામે કનસુમરાના ખેડુત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની અરજી કરવામાં આવી હતી. આ ગેરકાયદેસરની કાર્યવાહીમાં સંમીલીત તમામ જવાબદારો સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટના પગલા લેવા અરજી કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા  હુકમના અનાદર વિરૂદ્ધ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે.  તા. 01-08-2023 ના જવાબદારોને હાજર થવા હુકમ કરેલ છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર દ્વારા એડવોકેટ ગીરીશ આર. ગોજીયાના માધ્યમથી કાર્યવાહી કરવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોને કોને નોટીસ પાઠવવામાં આવી ?

  • ગુજરાત સરકાર, મુખ્ય સચિવ
  • વેદાંત જોશી, સેક્શન ઓફિસર
  • કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા
  • ડી, જે, વેદાંત, ડીપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન
  • આરએસી, મિતેશ પંડ્યા
  • ધરમસી ચનીયારા, પ્રમુખ જીલ્લા પંચાયત જામનગર
  • મનિષ કટારીયા, ચેરમેન, જામનગર મહાનગરપાલિકા
  • બીજલ શાહ, કલેકટર, જામનગર
  • જીગીષા ગઢવી, સીઈઓ, જાડા

ભારતના બંધારણમાં પ્રસ્થાપીત થયેલ કાયદાની જોગવાઈ મુજબ દરેક જીલ્લામાં કરવાના વિકાસ અન્વયે પ્લાન બનાવવા અને આનુસાંગીક કાર્યવાહી કરવા માટે ડિસ્ટ્રીકટ પ્લાનીંગ કમીટી (ડી.પી.સી.) ની જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રીકટ પ્લાનીંગ કમીટીની નિમણુંક કરવા હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Jamnagar: રાજ્યકક્ષાના વિદેશમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને જવાબ, 266 માછીમાર અને 42 નાગરિક પાકિસ્તાનની જેલમાં કેદ

જિલ્લામાં કરવાના વિકાસ પ્લાન બનાવવા અને તે અન્વયે આનુસાંગીક કાર્યવાહી કરવા અને સરકારમાં દરખાસ્ત કરવાની સતા માત્રને માત્ર ડિસ્ટ્રીકટ પ્લાનીંગ કમીટીને આપવામાં આવી પરંતુ  જામનગર વિસ્તાર વિકાસ સતામંડળને કાયદાની જોગવાઈ અને ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ વિકાસ પ્લાન અંગે ઠરાવ કરવાની સતા ન હોવા છતાં બંધારણથી પ્રસ્થાપીત કાયદા અને ગુજરાત હાઈકોર્ટના હુકમ વિરૂધ્ધ ઠરાવો કરવામાં આવ્યા છે.

આવા ગેરકાયદેસરના ઠરાવના આધારે સરકાર દ્વારા તા. 2 જાન્યુઆરી 2023ના ઝોન ટ્રાન્સફર અંગે નોટિફિકેશન બહાર પાડવામા આવ્યું છે.  આ તમામ ગેરકાયદેસરની કાર્યવાહી સામે કનસુમરાના ખેડુત અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હુકમના અનાદર અંગે કન્ટેમ્પ્ટ પિટીશન દાખલ કરવામાં આવી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article