JAMNAGAR: ધ્રોલમાં માસ્ક દંડ બાબતે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ, ચેમ્બર ઓફ કોમર્સે બંધ પાળ્યો

|

Jun 27, 2021 | 3:01 PM

JAMNAGAR: જિલ્લાના ધ્રોલ શહેરમાં નાના વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો છે. માસ્ક મુદ્દે પોલીસે એક વેપારીને માર માર્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે.

JAMNAGAR: જિલ્લાના ધ્રોલ શહેરમાં નાના વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો છે. માસ્ક મુદ્દે પોલીસે એક વેપારીને માર માર્યો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. આ બનાવને પગલે નાના વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. વેપારીઓ કહી રહ્યાં છેકે શહેરમાં માસ્ક મુદ્દે પોલીસ દાદાગીરીભર્યુ વલણ અપનાવી રહી છે. જેના વિરોધમાં મામલો બિચક્યો હતો. અને વેપારીઓએ એક દિવસનું બંધનું એલાન આપ્યું હતું.

વેપારીઓનું કહેવું છેકે દાદાગીરી કરતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવામાં આવે. આ મામલે પોલીસે વેપારીઓ સામે ફરજના રુકાવટની ફરિયાદ નોંધી છે.

 

ધ્રોલમાં બે પોલીસકર્મચારીઓએ માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી હતી. અને, વેપારીને ઢોર માર મારતા વેપારીને ગંભીર ઇજા પહોંચી હોવાના અહેવાલો છે. આ ઘટનાના તેના ઘેરા પ્રત્યાઘાતો શહેરમાં પડ્યા અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કંટાળેલા વેપારીઓ ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્રોલ પહોંચી ગયા હતા. હાલ પોલીસ અધિકારીઓએ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું. અને, જવાબદાર પોલીસ કર્મચારી સામે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, આ વિરૂદ્ધમાં ધ્રોલ બંધનું એલાન ચેમ્બર ઓફ કોમર્સ તથા તેની સંલગ્ન સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું. અને, વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો.

Next Video