Jamnagar જિલ્લામાં વેક્સીનેશનની કામગીરી વધુ સરળ અને ઝડપી બને તે માટે કલાસ-1 ના અધિકારીઓ કામગીરી સોંપવામાં આવી. જામનગરના જોડીયાની કામગીરી નાયબ જીલ્લા વિકાસ અધિકારીને મળતા જ રાત-દિવસ કામગીરી માટે ગામડાઓનો પ્રવાસ ખેડવાનો આવે છે. જોડિયા તેની બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર( PHC) ની જવાબદારી મળતા સાથે આરોગ્ય કેન્દ્ર પીઠડ અને આસપાસના ગામડાઓની મુલાકાત લઈ લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવામાં આવ્યા.
Jamnagar જિલ્લાના ગામડાઓમાં અગાઉ પણ વેક્સિનેશનની કામગીરી ચાલતી જ હતી. પરંતુ જે વિસ્તારમાંથી વેકસીનેશન ઓછું થયુ હોય તેનો સર્વે કલાસ-1 અધિકારી કિર્તન પરમાર નાયબ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાવવામાં આવ્યો. જે મુજબ જોડીયામાં દરરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) દીઠ બે ગામમાં રસી ન લીધી હોય તેવા લોકોનું સર્વે કરવાની કામગીરી શરૂ કરી. જેમાં અધિકારીના દેખરેખ હેઠળ દૈનિક લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું. તેમજ સમગ્ર ટીમને તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવતી. અધિકારી, પદાધિકારી તથા સામાજિક આગેવાનો અને કાર્યકર્તાને આ અભિયાનમાં સહભાગી બને તે માટેના પ્રયાસો શરૂ થયા. ગામ્ય વિસ્તારના લોકોને રસી લેવા માટે સમજાવવા કરવાનાં કામમાં મદદરુપ થવા લાગ્યા.
અધિકારી દ્વારા ટીમ સાથે ગામડાના પ્રવાસ કરવામાં આવ્યો. જે દરમિયાન જોડીયા તાલુકાના પીઠડ ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, દુકાનદાર સાથેની મુલાકાતથી સામે આવ્યું કે કેટલાક વિસ્તાર કે ગામમાં કેટલાક જુથના લોકો કોરોનાની વેકસીન લેવા તૈયાર નથી.
પીઠળ ગામથી અંદાજે 3 કિલોમીટર દુર એક ગામ બોડકામાં આશરે 100 જેટલા લોકો રસી લેવા માંગતા જ નથી. સ્થાનિક આગેવાનો દ્વારા આ જુથના લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈપણ સંજોગોમાં રસી ના લેવા મકકમ હતા. રસી ના લેતા લોકોના દૈનિક કરવામાં આવતા સર્વેમાં અધિકારીને ધ્યાને આવતા જ મોડી સાંજે ટીમ સાથે વિસ્તારમાં દોડી આવ્યા. અધિકારી સાથે જિલ્લા પંચાયતની ટીમ, ગામના FHW, મેડીકલ ઓફિસર, FPS દુકાનદાર, સરપંચ, તલાટી સહીતનો કાફલો નાના ગામમાં પહોચી ગયા.
મોટી સંખ્યામાં આવેલા કાફલાને ગામજનોએ આવકાર્યો અને તેમની રસીકરણ અંગેની માન્યતા અંગે ચર્ચા કરી. જે ગેરસમજ અધિકારી દ્વારા દુર કરીને કોરોના સામેની લડાઈમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી. જે ગામજનોએ માન્ય રાખી હતી. ગામના દરેક લોકોની આંખ અને ચહેરા પર સીસ્ટમ ઉપર આરોગ્યના સ્ટાફ ઉપર તથા ટીમ ઉપર એક વિશ્વાસ છલકતો દેખાયો. ગામજનોએ જણાવ્યું કે “હવે અમને કઈ નહિ થાય અમારી સાથે સરકાર છે. અમારા માટે પણ અધિકારીઓ,ડોક્ટર્સ બેઠા છે.” અંદાજે 90 જેટલા લોકોએ વેક્સિન માટેની કામગીરી કરવામાં આવી. જે મોટી સાંજે સુધી વેકસીનેશનની કામગીરી ચાલી હતી.
નાના ગામમાં અધિકારીનો મોટો કાફલો આવતા રસીકરણની સાથે સ્થાનિકોએ નાના-મોટા પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી. રજુઆતો અધિકારીને મળતાની સાથે જ ત્વરીત ઉકેલ માટે ખાતરી આપી. સાથે જ કર્મચારીઓને સુચના આપી છે. તો કેટલાક પ્રશ્નોનો ઓનધ સ્પોટ નિકાલ કરવામાં આવ્યો. નાના ગામમાં મોડી સાંજે ચાલતી વેકસીનેશનની કામગીરી અને રાત્રી ગ્રામસભા થતા ગામજનોએ સરકારની કામગીરીની પ્રંશસા કરી હતી. આમ અંધારી રાત્રે ગામમાં આશાનું એક કિરણ બન્યું રસીકરણ અભીયાન.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે ભારતમાં તેમાં પણ ખાસ ગ્રામ્ય વિસ્તારના લોકો લાગણીની ભાષા સમજે છે. એનો પ્રત્યેક્ષ અનુભવ આ ગામમાં થયો. જે લોકો રસીકરણ લેવા તૈયાર ના હતા. તેમણે ડોકટરની ટીમ પર વિશ્વાસ મુકયો હતો. આવી રીતે પ્રત્યેક ગામ, ગામલોકો, આગેવાનો જો એક થઈ જાય તો સો ટકા રસીકરણ દુર નથી.