Jamnagar: પક્ષીપ્રેમીઓ દ્વારા બર્ડ વોચિંગ અંગે માર્ગદર્શન, પક્ષીઓ અંગે રસપ્રદ વિગતો જણાવી

|

Mar 05, 2023 | 2:14 PM

જામનગર શહેરમાં રોજીંદા જોવા મળતા પક્ષીઓ વિષેની માહિતી શહેરીજનોને મળી રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. સંસ્થાના 15 જેટલા સ્વયંસેવકો દ્રારા અલગ-અલગ ગ્રુપમાં લોકોને પક્ષીઓ વિશેની માહિતી આપી.

Jamnagar: પક્ષીપ્રેમીઓ દ્વારા બર્ડ વોચિંગ અંગે માર્ગદર્શન, પક્ષીઓ અંગે રસપ્રદ વિગતો જણાવી

Follow us on

પર્યાવરણપ્રેમી સંસ્થા દ્વારા શહેરમાં આવતા પક્ષીઓની માહિતી સાથે પક્ષી દર્શન કરાવ્યું હતું. નવી પેઢી પક્ષી વિષે જાણે, અને તેમાં રૂચિ દાખવે તે હેતુથી વખતો-વખત આવા પ્રયાસો થાય છે. સૌરાષ્ટ્રના હાલાર પંથકમાં આવેલુ જામનગર શહેર, પક્ષીઓ માટે સ્વર્ગ તરીકે ઓળખાય છે. જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં મોટી સંખ્યામાં અનેક વિવિધ પક્ષીઓ આવતા હોય છે અને વસવાટ કરે છે.

જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ આવતા હોય છે. શહેરની મધ્યમાં રહેણાક વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે. શહેરમાં દૈનિક નજીકથી દેખાતા પક્ષીઓ શહેરીજનો નિહાળતા હોય છે. પરંતુ વિવિધ પક્ષીઓ અંગેની માહિતી સામાન્ય લોકો તેમજ બાળકો પાસે હોતી નથી. આથી પક્ષી વૈવિધ્યને અને વિશેષતાને લોકો જાણી શકે તે માટે એસેન્ટ્રીક એડવેન્ચર દ્વારા પક્ષી દર્શન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકો, નાના બાળકો, કોલેજના વિદ્યાર્થી અને વાલીઓ સહિત 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

બર્ડ વોચિંગમાં નવી પેઢી પક્ષીઓના વિષયમાં રૂચિ દાખવે, તેમજ તે વિષેની માહિતી મળી રહે. તે હેતુથી પક્ષી દર્શન કાર્યકમ યોજયો હતો. ખાસ કરીને જામનગર શહેરમાં રોજીંદા જોવા મળતા પક્ષીઓ વિષેની માહિતી શહેરીજનોને મળી રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. સંસ્થાના 15 જેટલા સ્વયંસેવકો દ્રારા અલગ-અલગ ગ્રુપમાં લોકોને પક્ષીઓ વિશેની માહિતી આપી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેમાં પક્ષીઓનો ફોટા બતાવવામાં આવ્યા. સાથે તેની ઓળખ કેવી રીતે થાય, પક્ષીઓની ખાસિયત, ખામી, તેમના રંગ, આકાર,ક્ષમતા, ખોરાક, લાક્ષણિકતા, વિસ્તાર, ચાંચ સહીતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ લાખોટા તળાવમાં રહેલા પક્ષીઓનું પ્રત્યક્ષ નિર્દશન પણ કરાવવામાં આવ્યું હતુ.ં

નાના-બાળકો અને વિધાર્થી, તેમજ વાલીઓ જેઓ હાલ સુધી અનેક વખતે લાખોટા તળાવમાં આ પક્ષીઓને જોયા હોય, પરંતુ તે અંગેની આટલી માહિતી તેમની પાસે ના હતી. પક્ષીઓને નજરે નિહાળીને તે પક્ષીઓ અહી કયારે જોવા મળે છે. શા માટે આ વિસ્તારમાં આવે છે. તેમનો ખારોક કયા પ્રકારનો છે. જે અહી સરળતાથી મળી રહેતા પક્ષીઓ આ વિસ્તારમાં આવતા હોય છે.

 

પક્ષીઓની ભૌગોલિક પ્રતિકુળતા અને અનુકુળ વાતાવરણ હોવાથી અન્ય દેશોમાંથી જામનગરમાં આવતા હોય છે. તળાવમાં વરસાદી પાણી હોવાથી મીઠા પાણીમાં થતી જીવાત, ઈયળ, માછલી કે જળચરને પક્ષીઓનો ખોરાક હોવાથી અહી રહેવાનુ પસંદ કરતો હોય છે. મીઠુ પાણી, ખોરાક અને વાતાવરણ સહીતના અનેક કારણોથી દેશ-વિદેશના 50થી વધુ પ્રકારના પક્ષીઓ મોટી સંખ્યામાં લખોટા તળાવમાં મહેમાન બને છે અને વસવાટ કરે છે. રહેણાક નજીક શહેરની મધ્યમાં આવેલા તળાવમાં લાખો લોકો પક્ષીઓને નિહાળે છે. તો કેટલાક પક્ષીપ્રેમીઓ દુર-દુરથી આ પક્ષીઓને નિહાળવા જામનગર આવે છે.

Published On - 2:11 pm, Sun, 5 March 23

Next Article