Jamnagar: પૂરગ્રસ્ત વિસ્તારને સહાય માટે મોટી જાહેરાત પરંતુ હજુ સુધી વળતર ન મળતાં મહિલાઓનો ઘેરાવ

|

Mar 12, 2022 | 7:30 AM

જામનગરમાં પૂર આવ્યા બાદ લોકોની હાલત ખુબ જ દયનીય બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટાપાયે નુકસાન થયું હતું . પૂરના પાણી તો ઓસર્યા હતાં પરંતુ લોકોની સમસ્યામાં વધારો થયો હતો.

Jamnagar: પૂરગ્રસ્ત વિસ્તારને સહાય માટે મોટી જાહેરાત પરંતુ હજુ સુધી વળતર ન મળતાં મહિલાઓનો ઘેરાવ
નવાગામના સ્થાનિકોએ પ્રાંત અધિકારીની કચેરીમા દેખાવ કર્યો.

Follow us on

સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદ સાથે પુરની આફત પણ આવી હતી. પુરના પાણી ઓસરી ગયા, પરંતુ તે વખતની સ્થાનિકોની મુશકેલીઓ ઓછી થતી નથી. સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી. પૂરગ્રસ્ત વિસ્તારને સહાય અપાશે. જેને મહિનાઓનો સમય વિત્યા બાદ પણ અનેક એવા નાગરિકો છે. જેને તે અંગે સહાય મળી નથી.

જામનગર જિલ્લામાં ગત ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક ગામો, લોકોનાં ઘરો અને શહેરી વિસ્તારોમાં ડેમના પાણી છોડવામાં આવતા શહેરી વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયાં હતાં અને લોકોની ઘર વખરી સહિતનો સામાન નાશ પામ્યો હતો. જામનગરમાં પૂર આવ્યા બાદ લોકોની હાલત ખુબ જ દયનીય બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મોટાપાયે નુકશાન થયું હતું . પૂરના પાણી તો ઓશર્યા હતા પરંતુ લોકોની સમસ્યામાં વધારો થયો હતો.

ત્યારબાદ એ સમયમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ સપથ લીધાની સાથે જ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પરિસ્થિતિની સમીક્ષા કરીને સહાય પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.. પુર બાદ સહાય માટે લોકોએ અરજી કરી હતી અને સરકાર દ્વારા તમામ પૂરગ્રસ્ત લોકોને સહાય ચૂકવાઇ ગઈ હોવાનું સરકારી ચોપડે દર્શાવાઈ પણ ગયું હતું. પરંતુ હજુ ઘણા બધા લોકોને આ સહાય મળી નથી.જેના કારણે લોકો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચોમાસું ગયું બીજું ચોમાસું ચાર મહિના પછી આવી જશે પરંતુ હજુ જરૂરિયાતમંદ લોકો સુધી સહાય ન પહોંચતા આખરે વોર્ડ નંબર 4 ના નગરસેવિકા રચનાબેન નંદાણિયા અને સ્થાનિક મહિલાઓ સાથે મળી અને જામનગર શહેર પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો. નવાગામના સ્થાનિકોને સાથે રાખી કોર્પોરેટ રચનાબેન નંદાણિયાએ પ્રાંત અધિકારીની કચેરીમા દેખાવ કર્યો. આટલા લાંબા સમય થયો જોવા છતાં સહાય નથી મળી માટે સહાય ચુકવવાની ઉગ્ર માંગ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.સ્થાનિકોને છ માસ સુધી સહાય ના મળતા અધિકારીને કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન પ્રાંત અઘિકારી આસ્થા ડાંગર દ્વારા રચનાબેનની રજૂઆત યોગ્ય હોવાનું ખુદે સ્વીકાર્યું હતું.અને તેમના દ્વારા લોકોની અરજી આગળ મોકલી દેવામાં આવી છે અને હવે આ બાબત તેમના હાથમાં ન હોવાનું કહી અને હાથ ઊંચા કરી લીધા હતા.

આમ અમુક લોકોને પહેલો હપ્તો જમા થયો છે તો ઘણા બધા લોકો આ સહાયથી હજુ પણ વંચિત છે.૧૩ સપ્ટેમ્બરના રોજ કુદરતી અણધારી કુદરતી આફતે જે વિનાશ વેર્યો હતો તે વિનાશના પગલે હજુ પણ ઘણા લોકો બે પાંદડે થઈ શક્યા નથી. સરકારી સહાયની જાહેરાત તો કરવામાં આવે છે અને ચૂકવાઇ ગઈ હોવાના દાવાઓ પણ તંત્ર કરી રહ્યું છે તો પછી આ કચેરીએ ધક્કા ખાતા લોકો શા માટે ત્યાં પોતાના ઘરના કામ કામજ , તેમનો વ્યવસાય બગાડી અને ત્યાં તંત્રને વિનંતી કરવા આવે છે તે તરફ તંત્ર નજર કરે તેવી લોક માંગ ઉઠી છે..

થોડા થોડા દિવસે કચેરીએ જઈને રજૂઆત કરતી આ મહિલાઓ તેમનો હક્ક માંગી રહી છે કોઈની મહેરબાની તેમને નથી જોઇતી હોવાનું મહિલાઓ જણાવી રહી છે.જામનગર શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારો જેમકે નવાગામ ઘેડ , કાલાવડ નાકા બહારનો વિસ્તાર , લાલપુર રોડ અને ગાંધીનગર સોસાયટી સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી નવાગામ ધેડની 40 ઉપરાંતની મહિલાઓને હજુ પણ સહાય મળી નથી.

આખરે અધિકારી દ્વારા ફરી એક વખત નવી તારીખ સાથે આશ્વાસન આપવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં તેમને સહાય ચૂકવી દેવાનો વાયદો પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલી રાહત પુરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તને મળે તેવી માંગ કરી છે. સરકાર જાહેર, તંત્ર આશ્વાસન આપે, સ્થાનિકોને સમય તે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : PM Modi એ પંચાયત મહાસંમેલનમાં સરપંચોને ગામનો જન્મદિવસ ઉજવવા સૂચન કર્યું

આ પણ વાંચો : Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ

Published On - 7:28 am, Sat, 12 March 22

Next Article