
જામનગર (Jamnagar News) જીજી હોસ્પીટલમાં તબીબ પર હુમના મામલે પોલિસ ફરીયાદ નોંધવામાં આવી. પરંતુ તબીબો દ્વારા કડક પગલાની માગ કરવામાં આવી છે. સાથે તબીબોની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી છે. તો પોલિસ દ્વારા એક અજાણી વ્યકિત સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ આંરભી છે. જામનગરની જીજી હોસ્પીટલમાં મંગળવારે દર્દીના સગાએ રેસીડન્ટ તબીબ પર હુમલો કર્યો હતો. જીજી હોસ્પીટલમાં ટીબી વિભાગમાં રેસીડન્ટ તબીબે દર્દીના સગાએ દર્દીના ખાલી ખાટલા પર બેસવા માટે ના પાડી. ત્યારે દર્દીના સગા ઉશ્કેરાય જતા રેસીડન્ટ તબીબને માર માર્યો. જેમાં મુળ કેરળના હાલ બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો. રણજીત નાયરને ઈજા થતા હોસ્પીટલમાં સારવાર લેવા મજબુર બન્યા.
હાલ તબીબ ઈએનટી વિભાગમાં સારવાર હેઠળ છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જીજી હોસ્પીટલમાં દર્દીઓના સગા દ્વારા તબીબને માર મારવાનો પહેલો બનાવ નથી. અવાર-નવાર આવા બનાવો સામે આવે છે. તેથી રેસીડન્ટ તબીબોએ આ બનાવમાં કડક પગલા લેવા તેમજ તબીબોની સુરક્ષા યોગ્ય કરવા માટેની માગ કરી છે.
બનાવ બનતા રેસીડન્ટ તબીબો ડીનની કચેરી દોડી ગયા હતા. રાત્રીના મીણબતી સાથે બનાવનો વિરોધ વ્યકત કર્યો હતો. બનાવની જાણ ડીનને થતા પોલિસ કાર્યવાહી કરવા માટે તબીબોને જણાવી પોલિસને કડક પગલા લેવા સુચન કર્યુ. હોસ્પીટલમાં 7 હજારથી વધુ લોકોની અવર-જવર રહેતી હોય છે. ત્યાંરે તબીબ પર દર્દીઓના સગા દ્વારા હુમલા થાય તો ડોકટર કામ કેવી રીતે કરી શકે. ત્યારે આ બનાવમાં કડક પગલા લેવા પોલિસને સુચન કર્યુ છે.
પોલિસને બનાવની જાણ કરતા પોલિસ હોસ્પીટલ દોડી હતી અને બાદ ઈજાગ્રસ્ત તબીબની ફરીયાદ નોધવામાં આવી છે. જેમાં દર્દીના કોઈ એક સગા દ્વારા માર માર્યાની તેમજ ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધવામાં આવી છે. જે આરોપીને શોધવા પોલિસ તપાસ આરંભી છે. બનાવ બન્યા બાદ મંગળવારે રેસીડન્ટ તબીબો એકઠા થઈને બનાવનો વિરોધ વ્યકત કર્યો હતો.
સાથે ઉચ્ચઅધિકારીઓને બનાવ વિશે જાણ કરીને કડક પગલાની માગ કરી. સાથે બીજા દિવસે ડીનને લેખીત આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી. પોલીસ દ્વારા કડક પગલા લેવા તેમજ હોસ્પીટલની સુરક્ષામા યોગ્ય કરવાની માગ તબીબોએ કરી છે. જો તબીબોની આ માંગણી નહી સંતોષાય તો આવતીકાલથી હળતાલ કરવાની ચીમકી તબીબો ઉચ્ચારી છે.