Jamnagar:ફ્રોર્ડ અટકાવવા એસોશિયેશનની પહેલ, બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા લોકો માટે એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી

|

Jun 10, 2021 | 7:56 PM

Jamnagar: જામનગરમાં નાના-મોટા આશરે 8000થી વધુ કારખાનાઓ આવેલા છે અને આશરે 3 લાખથી વધુ લોકોને રોજગારી બ્રાસ ઉદ્યોગના કારણે મળતુ હોય છે.

Jamnagar:ફ્રોર્ડ અટકાવવા એસોશિયેશનની પહેલ, બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા લોકો માટે એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી

Follow us on

ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના ((Information and Technology) યુગમાં તેનો વધુ ઉપયોગ કરીને વેપાર-ઉદ્યોગને વેગવતુ કરી શકાય છે. એશિયાના સૌથી મોટા બ્રાસ(brass) સીટીએ આવી ટેકનોલોજીની મદદથી વેપારને વેગવતુ બનાવવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. જામનગર શહેર જેને બ્રાસ સીટીનું ઉપનામ મળ્યુ છે. અહીં નાના-મોટા આશરે 8000થી વધુ કારખાનાઓ આવેલા છે અને આશરે 3 લાખથી વધુ લોકોને રોજગારી બ્રાસ ઉદ્યોગના કારણે મળતુ હોય છે.

 

જામનગરના બ્રાસની માંગ દેશ-વિદેશમાં રહેતી હોય છે અને જામનગરના ઉદ્યોગકારો દેશભરમાં કે વિદેશ વેપાર કરતા હોય છે. પરંતુ વેપારના નામે કેટલીકવાર તેમની સાથે ફ્રોર્ડ થતુ હોય છે. કારખાનેદાર કે ઉદ્યોગપતિ છેતરાય છે. આવી છેતરપિંડીને રોકવા માટે જામનગર બ્રાસ ફેકટરી ઓનર્સ એસોશિયેશન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

બ્રાસના વ્યવસાય સાથે સંકાળેલા તમામ માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન અને વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં બ્રાસ ઉદ્યોગને લગતી તમામ જરૂરી માહિતી, કામગીરી, અપડેટ, એસોશિયેશનની કામગીરી યોજના, સહિતની તમામ માહિતી મુકવામાં આવી છે.

 

વિશેષમાં ખાસ બ્રાસના વેપારી કે ઉદ્યોગપતિ સાથે વેપારના નામે થયેલી છેતરપિંડી કરનાર વ્યકિત, પેઢી, વેપારી, કે કંપનીની વિગતો તેમાં મુકવામાં આવે છે. જેથી અન્ય વેપારી કે ઉદ્યોગપતિ આવી છેતરપિંડી કરતી કંપની સાથે વેપાર ના કરે કે છેતરાય નહીં. બ્રાસના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીને રોકવા માટે એસોશિયેશન દ્વારા પહેલ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: શહેર પોલીસને શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા, કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરાવ્યું

Next Article