Jamnagar: લોખંડની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેસી તિજોરીમાંથી થયેલી લાખોની રોકડ ચોરી, એક આરોપી ઝડપાયો, બે ફરાર

|

Jul 10, 2023 | 5:56 PM

જામનગરના ધ્રોલના માર્કેટીંગ યાર્ડમાં લાખોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. માર્કેટીંગ યાર્ડના વેપારી ત્યાં અજાણ્યા ઈસમોએ લાખોની રોકડ ચોરીને લઈ ફરીયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જયારે અન્ય બે આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.

Jamnagar: લોખંડની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેસી તિજોરીમાંથી થયેલી લાખોની રોકડ ચોરી, એક આરોપી ઝડપાયો, બે ફરાર

Follow us on

Jamnagar: જીલ્લામાં આવેલા ધ્રોલના માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીને ત્યાં આશરે 25 દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. આ બાબતને લઈ યાર્ડના વેપારી રાકેશ મનહર શેઠે પોલીસને ફરીયાદ આપી હતી.

ગત 18મી જુનના રોજ વેપારીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં દુકાનમાં ચોરી કર્યાની ફરીયાદ આપતા પોલીસે કાર્યાવહી હાથ ધરી હતી. દુકાનમાં બારીની લોખંડની ગ્રીલ તોડીને દુકાનમાં તિજોરીમાંથી લાખોની રોકડની ચોરી થઈ હોવાની ઘટના ફરીયાદમાં નોંધાવી હતી. યાર્ડની દુકાનમાંથી 10.85 લાખના માતની ચોરટાઓએ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ પોલીસને મળ્યા હતા.

પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઓળખ કરીને તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં 25 દિવસ બાદ પોલીસને સફળતા મળી અને કેસમાં સંડોવાયેલ એક આરોપીને પકડી પાડ્યો જયારે હજુ બે આરોપી હજુ પણ ફરાર છે. જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

યાર્ડમાં ચોરી કરનાર આરોપી મોરબીનો રહેવાસી હોવાનું સામે આવતા પોલીસે બાતમીના આધારે પ્રકાશ કુઢીયાને ધ્રોલના માણેકપર ગામના પાટીયા પાસેથી પકડી પાડ્યો છે. જેની પાસેથી ચોરીના 2 લાખ રોકડ, ચોરીના પૈસાથી ખરીદેલો 1 આઈફોન , એક ચોરીમાં  ઉપયોગમાં લેવામાં આવેલી મોટરસાઈકલ, લોખંડ કાપવાની તણી, વાંદરાટોપી, સહીતનો મુદામાદ જપ્ત કર્યો છે.

પોલીસની તપાસમાં ખુલ્યુ કે અન્ય બે આરોપી ચોરીમાં સાથે સંકાડેયલ છે. જેમાં અનિલ રામા સોલંકી, અને પરેશ સોલંકીના નામ ખુલ્યા છે. બંન્ને આરોપી હાલ ફરાર છે. જેના પર અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાયેલ છે. અનિલ સોલંકી સામે રાજકોટ જીલ્લામાં ત્રણ ગુનાઓ નોંધાયેલ છે. રાજકોટ પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનમાં, રાજકોટના થોરાળા પોલીસ મથકમાં, અને ત્રીજા પડધરી પોલીસ મથકમાં ગુના નોંધાયેલ છે. જયારે પરેશ સોલંકી પર સૌરાષ્ટ્રમાં અલગ-અલગ 5 ગુનાઓ નોંધાયેલ છે.

આ પણ વાંચો : પ્રીમોન્સુન માટે 1 કરોડથી વધુનો ખર્ચ, પરંતુ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન

તમામ ચોર ગેંગના આરોપીઓ ધ્રોલમાં માર્કેટીંગ યાર્ડમાં અગાઉથી ખરીદી માટે આવ્યા અને રેકી કરીને વેપારીની માહિતી મેળવી અને તક મળતા લાખોની રોકડની ચોરી કરી હતી. આ બાબતે ગુનો નોંધાતા પોલીસે એક આરોપીને પકડતા ચોરીનો ભેદ ઉકેલાયો છે. મહત્વનુ છે કે અન્ય ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article