કોરોના કાળમાં નાના બાળકોના શિક્ષણને અસર થઈ છે. શાળાઓ બંધ હોવાથી ફકત ઓનલાઈન શિક્ષણ (Online Education) આપવામાં આવે છે. પરંતુ જે બાળકોને ઓનલાઈન શિક્ષણ ન લઈ શકતા હોય તેવા બાળકોને શિક્ષણ આપવા માટે જામનગરના એક નાના ગામમાં અનોખી મસ્તી કી પાઠશાળા શરૂ કરવામાં આવી છે.
ના હાજરી, ના વર્ગખંડ, ના એક જ વર્ગ, ખુલ્લા આકાશ નીચે ચાલતી અનોખી મસ્તી કી પાઠશાળા. જામનગર નજીક આવેલા કનસુમરા ગામમાં આ છે બાળકોની મસ્તીની પાઠશાળા. અનોખી પાઠશાળા એટલા માટે અહી અન્ય શાળાની જેમ હાજરી પત્રક નથી, વર્ગખંડ નથી, યુનિફોર્મ નથી કે બાળકોને ફરજીયાત આવવાનુ નથી. બાળકોને પોતાની મરજીથી સ્વૈચ્છાએ આવે છે. જેમને ખુલ્લા આકાશ નીચે શિક્ષણ આપવામાં આવે છે.
કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ ચાલતુ. પરંતુ ગરીબ નાના વિધાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ મુશ્કેલ રહેતુ. જેમની પાસે આવી સવલતો ન હોય અથવા ઓનલાઈન નાના બાળકોને શિક્ષણ આપવુ મુશ્કેલ રહે છે. તેથી કનસુમરાના શિક્ષક મનહરદાન ગઢવી બાળકોને જાહેર જગ્યામાં શિક્ષણ આપવાનુ શરૂ કર્યુ. જે મંદિરના ડેરી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ઝાડ નીચે બાળકોને શિક્ષણ આપે છે. જેમાં શાળાના ધોરણ 1થી 3 ના કુલ 35 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે.
હાલ કોરોનાના કારણે પ્રાથમિક શાળાઓ બંધ છે. ત્યારે કનસુમરા ગામમાં શિક્ષકની કામગીરીથી ગામના બાળકોને શિક્ષણ મળી રહ્યુ છે. જેમાં વિદ્યાર્થી સ્વૈચ્છાએ આ મસ્તી કી પાઠશાળામાં જોડાય છે. જેમને ઓનલાઈન શિક્ષણમાં જે મુશ્કેલી થતી હોય તે મુશ્કેલી દુર થાય છે. વાલીઓ પણ ખુશ છે. આ પ્રકારની અનોખી શાળાથી બાળકોને શિક્ષણ મળે છે.
આ સાથે સોશિયલ ડીસ્ટન્સ જાળવી અને માસ્ક સાથે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણનો ભય રહેતો નથી અને બાળકોને સારૂ શિક્ષણ મળે છે. નાના બાળકોને માટે શાળા ચાલુ થઈ નથી. ત્યારે નાના ગામના એક શિક્ષકનો શિક્ષણ માટે નવો અભિગમ આવકાર્ય છે.
આ પણ વાંચો : Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો