Jamnagar : કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાયો, શહેરના પીવાના પાણીની સમસ્યા દૂર

|

Jul 26, 2021 | 4:05 PM

જ્યારે જામનગરના કાલાવડ પંથકના મુળીલા, મોટાભાડુકિયા, બાલાભડી, કોઠાભાડુકિયામાં ભારે વરસાદ વરસ્યો. જેના પગલે કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાયો છે.

જામનગર(Jamnagar) માં રવિવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક ડેમો ઓવરફ્લો થયા છે.જ્યારે જામનગરના કાલાવડ પંથકના મુળીલા, મોટાભાડુકિયા, બાલાભડી, કોઠાભાડુકિયામાં ભારે વરસાદ વરસ્યો. જેના પગલે કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ(Balabhadi dam ) છલકાયો છે. બાલાભડી ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્રએ નીચાણવાળા ગામ અને વિસ્તારના લોકોને સાવચેત કર્યા છે. તેમજ કાલાવડ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે.  તો ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહેશે.આ ઉપરાંત કાલાવડના નવાગામ, ધૂંનધોરાજી ,ઉમરાળા સહિત અનેક ગામોમાં 7 ઈંચ જેટલો વરસાદ પડતાં ઉમરાળાની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Live: હીટ-2માં ચોથા સ્થાન પર રહ્યો ભારતીય સ્વિમર સાજન પ્રકાશ

આ પણ વાંચો : સગીર પ્રેમિકાને ભગાડી ગયો પ્રેમી, સંબંધીઓએ તેને પકડી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો

Published On - 4:05 pm, Mon, 26 July 21

Next Video