સગીર પ્રેમિકાને ભગાડી ગયો પ્રેમી, સંબંધીઓએ તેને પકડી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો

સગીર પ્રેમિકાને ભગાડી ગયો પ્રેમી, સંબંધીઓએ તેને પકડી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ભદોહીથી સગીર પ્રેમિકાને ભગાવી જનાર એક યુવકને મુંબઇની બાજુમાં આવેલા કલ્યાણ વિસ્તારમાં ટ્રેનમાંથી ફેંકી દેવાયો હોવાની ઘટના સામે આવી છે. યુવકનું મોત થયું છે. તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકીનાર છોકરીનો સંબંધી જ હતા. થોડા દિવસો પહેલા બનેલી આ ઘટનામાં 10 આરોપીની પોલીસ દ્વારા ધરપકડમાં આવી છે. પ્રેમી યુવકનું નામ સાહિલ હાશ્મી હતું.

મૃતક સાહિલ તેની સગીર પ્રેમિકાને ભદોહીથી ભગીવીને કલ્યાણ લાવ્યો હતો. બંને કલ્યાણમાં છુપાયા હતા અને એક દિવસ બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ સાહિલ જે ટ્રેનમાં તેની ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો ત્યાં તેની ગર્લફ્રેન્ડના સબંધીઓ પણ તે જ ટ્રેનમાં બેઠા હતા. તેઓ યુવતીની શોધમાં ટ્રેનની અંદર આવી ગયા હતા. સાહિલને જોયા બાદ છોકરીના ભાઈને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે સાહિલને ટ્રેનના ગેટ પરથી ધક્કો મારી દીધો હતો.

ચાલતી ટ્રેનમાં યુવતીના ભાઇએ ધક્કો મારતા સાહિલ પડી ગયો અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના કોપર અને દિવા સ્ટેશનની વચ્ચે બની હતી. આ ઘટના બન્યાને એક મહિનો વીતી ગયો. હવે એક મહિના બાદ ડોમ્બિવલીની જીઆરપીએ આ કેસમાં 10 આરોપીઓને ધરપકડ કરી છે. આ સાથે એક સગીર છોકરાની પણ ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

ઉત્તર પ્રદેશના ભદોહીનો સાહિલ હાશ્મી 18 જૂને તેમના ગામની એક યુવતીને લઈને સાથે મુંબઈ જવા રવાના થયો હતો. યુવતીના સબંધીઓને ખબર પડી કે સાહિલ અને તેની પ્રેમિકા કઈ ટ્રેનમાં જઇ રહ્યા છે. તે દરમિયાન તેઓ પણ આવી ગયા અને મુંબઇને અડીને આવેલા અંબરનાથ વિસ્તારમાં રોકાયા. ખરેખર યુવતીના કેટલાક સંબંધીઓ અંબરનાથ વિસ્તારમાં રહે છે. 19 જૂને આ છોકરીના કેટલાક સંબંધીઓ અંબરનાથથી કલ્યાણ સ્ટેશન પહોંચ્યા હતા.

યુવતીનો ભાઈ કાસિમ અને અન્ય 2 યુવકો ટ્રેનમાં સવાર હતા. ટ્રેન શરૂ થતાં જ યુવતીનો ભાઈ તેની બહેનને સાહિલ સાથે જોઇને ગુસ્સે થઈ ગયો હતો. ચાલતી ટ્રેનમાં સાહિલ અને તેની પ્રેમિકાના સંબંધીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં છોકરીના ભાઈએ સાહિલને ચાલતી ટ્રેનમાં ધક્કો મારી દીધો હતો. પોલીસે યુવકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તે પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ એક સગીર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ડોમ્બિવલી જીઆરપીના અધિકારી મુકેશ ઢગેએ જણાવ્યું કે, આ હત્યામાં આ તમામ લોકો સંડોવાયેલા છે. કેટલાક લોકો થાણે સ્ટેશન પર રોકાયા હતા. કેટલાક આરોપીઓ કલ્યાણ સ્ટેશન પર રોકાયા હતા અને કેટલાક આરોપી ટ્રેનમાં હતા. એટલે સાહિલને ઘેરીને મારી નાખવામાં આવ્યો છે. તેથી સાહિલની હત્યામાં તે તમામ લોકો સીધા કે આડકતરી રીતે સામેલ છે.

 

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

Click on your DTH Provider to Add TV9 Gujarati