Gujarati Video : જામનગરના એક વેપારીએ 2 હજારની નોટ સ્વીકારવા અપનાવી અનોખી ઓફર

| Edited By: | Updated on: May 25, 2023 | 3:55 PM

જામનગરના  મીઠાઈના વેપારીએ એક ઓફર બહાર પાડી છે કે 2 હજારની નોટ આપો અને 2100ની મીઠાઈ લો..જી હા..વેપારી 2 હજારની નોટ સ્વીકારવાની સાથે ગ્રાહકોને 100 રૂપિયાની મીઠાઈ વધુ આપી રહ્યા છે.

2000ની ચલણી નોટ(2000 Rupee Note)  બદલાવાના નિર્ણય બાદ ગઈકાલથી લોકો બેન્કમાં નોટ બદલવા માટે લાઈન લગાવી રહ્યા છે. ત્યાં બીજા તરફ જામનગરના(Jamnagar)  એક વેપારીએ 2 હજારની નોટ વટાવવા અનોખી તરકીબ શોધી લીધી છે. જામનગરના  મીઠાઈના વેપારીએ એક ઓફર બહાર પાડી છે કે 2 હજારની નોટ આપો અને 2100ની મીઠાઈ લો..જી હા..વેપારી 2 હજારની નોટ સ્વીકારવાની સાથે ગ્રાહકોને 100 રૂપિયાની મીઠાઈ વધુ આપી રહ્યા છે.

વેપારીની આ જાહેરાત બાદ ગ્રાહકો મિઠાઈની દુકાને પહોંચી રહ્યા છે. ટુંકમાં કહીએ તો બે હજારની નોટ આપતા ગ્રાહકોને 2100નો સામાન મળી રહ્યો છે. આ ઓફરથી ગ્રાહકનો બમણો ફાયદો છે એક તો નોટ બદલવા માટે બેન્ક નથી જવુ પડતુ અને બીજી તરફ ગ્રાહકોને 100 રૂપિયાનો વધુ સામાન પણ મળી રહ્યો છે.

યુવા વેપારીના આ પહેલ સારો પ્રતિસાદ મળ્યો છે. ગ્રાહકો પાસે 2000ની નોટ હોય તો કોઈ આના-કાના વગર સ્વીકારી સાથે વધુ 100ની વસ્તુ આપતા ગ્રાહકો આ ઓફરને સ્વીકારી. મીઠાઈના વેપારીની આ ઓફરથી મીઠાઈના ગ્રાહકોને બમણી ખુશી મળી છે. સરળતાથી 2000ની નોટ વટાવી શકાય છે. સાથે 100 રૂપિયાની વધુ મીઠાઈ પણ મળે છે.

એક જ વેપારીની 2000ની નોટ માટેની આ અનોખી ઓફર મીઠાઈના ગ્રાહકોની સાથે અન્ય કેટલાક વેપારીઓ અમલી કરી છે. મીઠાઈ વેપારી જણાવ્યુ 2000ની નોટ સ્વીકારતા હોવાનુ ગ્રાહકો જાણે ત્યારે તે ખુશી વ્યકત કરે છે. સાથે વધુ 100ની વસ્તુ મળતા ગ્રાહકો ખુશીથી ખરીદી કરે છે. જે ગ્રાહકો 1200થી 1500ની ખરીદી કરવા હોય તે 2000ની ખરીદી કરીને 2100ની વસ્તુ મેળવે છે. જેનાથી વેપારમાં વૃધ્ધિ થઈ છે. સાથે ગ્રાહકોને સંતોષ અને સવલત મળતા વેપારી પણ ખુશી થયા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 24, 2023 01:08 PM