ગુજરાતમાં પાંચ મહાનગરપાલિકાના શિક્ષકોને નવી જોગવાઈ મુજબ 4200 ગ્રેડ પે મળશે

|

Aug 26, 2021 | 9:31 PM

ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને નવી જોગવાઈ મુજબ 4200 ગ્રેડ પે મળશે. અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત તેમજ ભાવનગરના શિક્ષકોને આનો લાભ મળશે.

ગુજરાતની પાંચ મહાનગર પાલિકાના શિક્ષકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને સરકાર વચ્ચેની બેઠક સફળ થઇ છે. તેમજ પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને નવી જોગવાઈ મુજબ 4200 ગ્રેડ પે મળશે.
અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત તેમજ ભાવનગરના શિક્ષકોને આનો લાભ મળશે.

તેમજ પાંચમા પગાર પંચ મુજબ 5000 થી 8000ના ગ્રેડ પે આપવા સરકારે સહમતી દર્શાવી છે. જયારે છઠ્ઠા પગાર પંચમાં લાગુ પડતાં શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા સરકારે તૈયારી દર્શાવી છે. જ્યારે શિક્ષકો સાથેની જૂની વિસંગતતાં ઉકેલવામાં સરકારે અસહમતી દર્શાવી છે. તેમજ સરકારે જે મુદ્દા પર સહમતી વ્યક્ત કરી છે તે અંગે ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરી નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સજ્જ થઇ રહી છે તો તહેવારને લઈને આપી ચેતવણી

આ પણ વાંચો : IRCTC Tour Package: અગર તમે લદ્દાખ જવા માગો છો તો વાંચો આ પોસ્ટ અને જાણો કેટલા રૂપિયામાં તૈયાર થઈ જશે પેકેજ

Published On - 9:28 pm, Thu, 26 August 21

Next Video