
Jamnagar : આ વર્ષે લસણના (Garlic) ભાવમાં તેજી આવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લસણના ભાવમાં આશરે 4 ગણો વધારો નોંધાયો છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણના એક મણના ભાવ 1500થી 2200 સુધીના નોંધાયા છે.
લસણ-ડુંગળીના વાવેતર કરતા ખેડૂતોને કયારેક પૂરતા પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. તો કયારેક તેના ભાવમાં તેજી જોવા મળતી હોય છે. હાલ લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણની જાહેર હરાજીમાં ભાવમાં વધારો નોંધાયો છે. લસણના ભાવ એક મણના 1500થી 2200 સુધીના નોંધાયા છે. જે ગત વર્ષે લસણના એક મણના ભાવ 300થી 600 સુધીના નોંધાયા હતા. આ વર્ષે લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
કયારેક લસણના ભાવ પૂરતા ના મળતા ખેડૂતોને લસણ ફેંકી દેતા હોય છે અને ખેડુતોને નુકશાન થાય છે. નુકશાન થતા ખેડુતો લસણનું વાવતેર છોડીને અન્ય વાવેતર કરતા હોય છે. ખેડૂતોને લસણનું વાવતેર ઓછુ કરે ત્યારે ઉત્પાદન પણ ઓછુ થાય છે અને ઉત્પાદન ઓછું થતા ઓછી આવકના કારણે તેની માંગ વધતા ભાવમાં ઉછાળો થતો હોય છે. આ વર્ષે અન્ય રાજયોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થતાં તેની આવક ઓછી થઈ છે. જેની અસર ભાવમાં જોવા મળે છે. તેથી હાલ ચાર ગણા ભાવ નોંધાયા છે.
આ વખતે લસણના પૂરતા ભાવ મળતા ખેડૂતોને સંતોષ થયો છે. પરંતુ કેટલાક વર્ષ સુધી લસણના પુરતા ભાવ ના મળતા જે નુકશાન થયું હતું તેની સામે આ વખતે ભાવમાં ઉછાળો થતા ખેડૂતોને અગાઉના વર્ષોમાં થયેલા નુકશાની ભરપાઈ થઈ શકશે. હાલ લસણના જથ્થા સામે માંગ વધુ હોવાથી તેના ભાવમાં ઉછાળો થયો છે. અન્ય રાજયમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થતાં તેના ભાવને અસર થઈ છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો