નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ જામનગર (JAMNAGAR) જિલ્લાના નાની સિંચાઈના (Small irrigation)કામોને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના (Agriculture Minister Raghavji Patel) સક્રિય પ્રયાસોને કારણે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી અપાઈ છે. જેમાં જામનગર જિલ્લાના નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા જામનગરના કુલ 27 કામોને અંદાજિત રૂ. 170.899 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ અંગે મંત્રીએ જણાવ્યું છે કે મારા મતવિસ્તાર જામનગર(ગ્રામ્ય)ના નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક પ્લાન 2021-22 અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. વર્ક પ્લાન 2021-22 અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના 27 કામોને અંદાજિત કિંમત રૂ. 159. 29 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવા કરેલી દરખાસ્ત બાબતે લગત કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ વિભાગ, જામનગર સાથે વિગતવાર ચર્ચા વિચારણાના અંતે લગત કાર્યપાલક ઈજનેરે તા. 28/02/2022ના રોજ સુધારેલ અંદાજપત્ર રૂ. 170.899 લાખના સાદર કરતા પ્રસ્તુત 27 કામોને અંદાજિત કિંમત રૂ. 170.899 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
જેમાં ડીમાન્ડ નં. 66, 4702 સી.ઓ.ઓન એમ.આઈ.(પ્લાન)101 સરફેસ વોટર 02 એમ.આઈ.00, 5300-મેજર વર્કસ, 199-1 (એ-1) સુજલામ સુફલામ યોજના રીસ્ટોરેશન એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ ડેમેડજ ચેકડેમ હેઠળ જોડિયા તાલુકામાં રૂ.5.07 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ખોયલા નં.2), રૂ.6.57 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ભંડારિયા નં.3), રૂ. 8.77 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ભંડારિયા નં.4), ધ્રોલ તાલુકામાં રૂ.12.81 લાખના ખર્ચે એફ.ડી.આર. ટુ લતીપુર સી.ડી.(ગાંડુ નાથાની વાડી પાસે) કામોને સૈધ્ધાંતિક મંજુરી મળી છે.
ડીમાન્ડ નં.66, 2702 એમ.આઈ.(પ્લાન) 01 સરફેસ વોટર, 103 ડાયવર્ઝન સ્કીમ 13 માઈનોર ઈરીગેશન વર્કસ, 10-વેરીયસ ડીસ્ટ્રીકટ, 4-એમએનઆર-227, સ્પે. રીપેર ટુ ધી માઈનોર ઈરીગેશન વર્કસ ડેમેજડ બાય ફ્લડ હેઠળ જામનગરના એફ.ડી.આર ટુ ધુતારપર પી.ટી.(પીરવાળું તળાવ) રૂ.5.35 લાખ, ધ્રોલ તાલુકામાં એફ.ડી. આર. ટુ. મોટાવાગુદડ પી.ટી.(મોટી વાડી વાળું) રૂ. 7.24 લાખ, જોડિયા તાલુકામાં એફ.ડી.આર. ટુ ખીરી પી.ટી. (રાજાશાહી વાળું) રૂ. 11.81 લાખ,તેમજ લાલપુર તાલુકામાં એફ.ડી.આર.ટુ. નવી પીપર પી.ટી. રૂ.9.59 એમ. મળી કુલ 33.39 લાખની સૈધ્ધાંતિક મંજુરી મળી છે.
તેમજ ડીમાન્ડ નં.66 2702-માઈનોર ઈરીગેશન પ્લાન, 01- સરફેસ વોટર 103 ડાયવર્ઝન સ્કીમ 13-આધાર માઈનોર ઈરીગેશન, વેરીયસ ડીવીઝન ફોર માઈનોર ઈરીગેશન વર્કસ હેઠળ ધ્રોલ તાલુકામાં રૂ. 14.78 લાખના ખર્ચે રીપેર્સ ટુ ધ્રોલ પી.ટી.(ગાર્ડી કોલેજ), જોડિયા તાલુકામાં રૂ. 3.50 લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી પી.ટી.(ખારીવાળું), અને રૂ. 3.16 લાખના ખર્ચે રીનોવેશન ટુ ખીરી પી.ટી.(રામપરીયુ), અને જોડિયા તાલુકામાં રૂ. 14.26 લાખના ખર્ચે રીપેર્સ ટુ. ખીરી પી.ટી.(હનુમાન ઢોળાવાળુ) મળી કુલ રૂ.47.10 લાખના ખર્ચે સૈધ્ધાંતિક મંજુરી મળી છે.
આમ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક પ્લાન 2021-22 અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના અંદાજિત કિંમત રૂ. 170.899 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ પણ વાંચો : PM Modi in Gujarat: કોરોનાકાળ બાદ પહેલી વાર ખુલ્લી જીપમાં વડાપ્રધાનનો રોડ શો, લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા