JAMNAGAR : 9 મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના નામે કોરોના રસીકરણનું સર્ટિફિકેટ નીકળ્યું

|

Dec 04, 2021 | 9:41 PM

જામનગરના આરોગ્ય વિભાગ દ્વારા મૃતક દર્દીને વેક્સિનેશન સર્ટી આપવામાં આવ્યું છે.30 એપ્રિલે મૃત્યુ પામેલા વ્યક્તિના વેક્સિન સર્ટીમાં નવેમ્બર મહિનામાં બીજો ડોઝ લીધાનો ઉલ્લેખ કરાયો છે.

JAMNAGAR : કોરોનાનાનવા ઓમિક્રૉન વેરિઅન્ટની દહેશત વચ્ચે જામનગર આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.આરોગ્ય વિભાગ દ્વારા મૃતક દર્દીને વેક્સિનેશન સર્ટી આપવામાં આવ્યું છે.30 એપ્રિલે મૃત્યુ પામેલા વ્યક્તિના વેક્સિન સર્ટીમાં નવેમ્બર મહિનાનો ઉલ્લેખ કરાયો છે.એપ્રિલમાં મૃત્યુ પામેલા વ્યક્તિના બીજા ડોઝનું સર્ટિફિકેટ નવેમ્બર મહિનાનું નીકળ્યું છે.જેને લઇ કોંગ્રેસ કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે.ત્યારે સવાલ એ છે કે શું વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે ખોટો સર્ટી ઇશ્યૂ કરવામાં આવી રહ્યાં છે.શું આ આરોગ્ય વિભાગની ભૂલ છે કે પછી જાણી જોઇને કૌભાંડ આચરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જામનગરને અડીને આવેલા પોરબંદરમાં પણ આજે જ રસીકરણમાં આવી જ બેદરકારી સામે આવી છે. પોરબંદરમાંકેટલાક લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના થોડા દિવસમાં જ બંને ડોઝના સર્ટિફિકેટ મળી જતા લોકોમાં ભારે અસમંજસતા અનુભવાઇ રહી છે. કેટલાક આગેવાનોએ વેક્સિનમાં કૌભાંડ હોવાની વાત કરી તો બીજી તરફ અધિકારીઓએ ટેક્નિકલ ખામી હોવાનું રટણ કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી રહી છે. તેમજ વેક્સિનના બંને ડોઝ લેવાની અપીલ કરી રહી છે. ત્યારે લોકો પણ વેક્સિન ડોઝ લેવા દોડી રહ્યાં છે. પરંતુ એવા અનેક લોકો જેમણે કોરોના રસીનો એક જ ડોઝ લીધો હોય તેમને ડોઝ લીધાના થોડા જ દિવસોની અંદર બંને ડોઝના સર્ટિફીકેટ મળી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે સિસ્ટમમાં કંઈક ખામી સર્જાઇ તેવું જણાવ્યું છે. હાલ સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચો : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ભારતની સૌથી શક્તિશાળી મહિલા, TOP50માં આ 5 ગુજરાતી મહિલાઓ પણ સામેલ

Next Video