જામનગરના નવા અતિથિગૃહનું બાંધકામ પૂર્ણતાના આરે, ટૂંક સમયમાં જ લોકાર્પણ થશે

|

Nov 14, 2021 | 2:11 PM

હાલના સર્કિટ હાઉસ તરીકે ઓળખતા સરકારી અતિથિગૃહમાં વધુ નવા 8 રૂમનો ઉમેરો થશે.

જામનગરના નવા અતિથિગૃહનું બાંધકામ પૂર્ણતાના આરે, ટૂંક સમયમાં જ લોકાર્પણ થશે
Construction of new guest house at Jamnagar is nearing completion

Follow us on

JAMNAGAR : શહેરના લાલબંગલા વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ કાર્યરત છે. દેવભુમિ દ્વારકા યાત્રાધામ હોવાથી તેમજ બંન્ને જીલ્લામાં થતા મોટા કાર્યકમો વખતે સર્કિટ હાઉસના રૂમ ઓછા પડતા, વધુ 8 રૂમો સાથે જામનગરના નવા સરકારી અતિથિગૃહનુ કામ શરૂ કરવામાં આવ્યું હતું, ટૂંક સમયમાં કાર્યરત થશે. જામનગર મુકામે નવા અતિથિગૃહ બિડીંગનાં બાંધકામ માટે 11,07,00 ચોરસ મીટરની જમીન પર 8 નવા રૂમનું નિર્માણકામ કાર્યરત છે.

ગ્રાઉન્ડ અને ઉપરના એક માળનાં કુલ 3336 ચોરસ મીટરના બાંધકામ સાથેના બંને માળે 4 ડ્રોઈગ રૂમ, 4 ડાઈનીંગ રૂમ તથા 5 બેડરૂમ ટૉયલેટ, ડ્રેસીંગ તથા બાળકનીની સુવિધા સાથે, વેઈટીગ લોજ, રીસેપ્શન, 2 કોમન ટોયલેટ, પેન્ટ્રી તથા લીફટ અને સ્ટેરકેસની સુવિધા સાથેનું બાંધકામ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રોજેકટ માટે સરકાર દ્વારા રૂ.4.5 કરોડની વહીવટી મંજુરી તથા રૂ.4.72 કરોડની તાંત્રિક મંજુરી આપવામાં આવી છે. આ કામનાં ટેન્ડરમાં રૂ.4.28 કરોડની સામે રૂ.3.34 કરોડનું 22 % નીચુ ત્રિવેણી ડેવલોપર્સ, મુંબઈનું ટેન્ડર મંજુર કરવામાં આવેલ. આ કામગીરી તા.20/01/2018 ના રોજ શરૂ કરેલ છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

લોકડાઉનનાં કારણે થોડો સમય કામગીરી બંધ રાખવામાં આવી હતી. ચીફ આર્કીટેક, ગાંધીનગર દ્વારા આ કામનાં વર્કિંગ ડ્રોઈગમાં ફેરરફારો આપેલ હતા તથા RCC ફ્રેમ સ્ટ્રકચરની કામગીરી AAC બૌક મેશનરીની કામગીરીના પ્લાન મુજબ રજૂ કરવામાં આવેલ. પરંતુ ચીફ આર્કિટેક દ્વારા રીવાઈઝડ ડ્રોઈંગ આપવામાં આવેલ, જેમાં એલીવેશનમાં ફેરફારો હતા. પરંતુ મશનરીનું કામ સદરહુ નકશા મળ્યા પહેલા થઈ ગયેલ હતું. આર્કિટેક દ્વારા આપેલ નકશામાં બતાવ્યા મુજબ તથા સ્ટ્રકચર ડીઝાઈન મુજબ કામગીરી કરવામાં આવેલ, જેમાં હાલમાં લીધેલ વીઝીટ દરમ્યાન દરેક બાથરૂમ 5 સે.મી. મોટા કરવા જણાવેલ જેથી મશનરી તથા પ્લાસ્ટર સહિત દિવાલોમાં ફેરફાર કરવો પડે તેમ હતો. જેની આગળની કામગીરી અત્યારે પૂર્ણ થઈ ગયેલ છે.

હાલમાં સીલીંગ વર્ક, પ્લમ્બીંગ વર્ક, ઈલેકટ્રીક વર્કની કામગીરી પ્રગતિમાં છે. આ કામમાં એક વર્ષથી વધારે સમયથી ઈન્ટીરીયર અને એકસ્ટીરીયર કલર સ્કીમ, બહારની બાજુએ કરવાની થતી કમ્પાઉન્ડ વોલની ડીઝાઈન, વીટ્રીફાઈડ ગ્લેઝડ ટાઈલ્સ વિગેરે સીલેકશન આપેલ છે, પણ ટાઈલ્સની પેટર્ન આપેલ નથી.

દરવાજાનાં પીવેટનું સીલેકશન, એલ્યુમીનીયમ સેકશનનું કલર સીલેકશન જ આપેલ નથી. સદર સીલેકશન મળ્યા બાદ આગળની કાર્યવાહી થઈ શકે તેમ છે. જે બાબતે જાણ કરવામાં આવી છે. બાંધકામના નકશીકામ, સ્ટ્રકટરમાં ફેરફાર તેમજ કોરોના કારણે કામમાં વિલંબ થયો છે. જે હાલ થોડા સમયમાં પૂર્ણ થઈ શકશે. હાલના સર્કિટ હાઉસ તરીકે ઓળખતા સરકારી અતિથિગૃહમાં વધુ નવા 8 રૂમનો ઉમેરો થશે.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું

Next Article