Jamnagar: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ નારીશક્તિને સન્માનિત કરાઈ

|

Mar 08, 2022 | 5:03 PM

જામનગર ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આજની નારીને કરવા પડતા સંઘર્ષો આવતીકાલની નારીને ન કરવા પડે એવા સમાજનું નિર્માણ કરવાની અપીલ સાંસદે કરી હતી.

Jamnagar: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ નારીશક્તિને સન્માનિત કરાઈ
જામનગર ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Follow us on

સમગ્ર વિશ્વમાં 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગર (Jamnagar) ટાઉનહોલ ખાતે સાંસદ પૂનમ માડમ (MP Poonam Madam) ના અધ્યક્ષસ્થાને આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી (Celebration) કરવામાં આવી હતી. આ અવસરે સાંસદે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને મહિલાઓની દરેક ક્ષેત્રમાં ભાગીદારી માટે અનેરું યોગદાન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી સમયથી મહિલાઓને સર્વ ક્ષેત્રમાં આગળ લાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમને વર્તમાન મુખ્યમંત્રીએ પણ આગળ ધપાવી છે.

સાંસદ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓએ પુરુષોની સાપેક્ષમાં પોતાની ક્ષમતા પુરવાર કરવા વધુ શ્રમ કરવો પડે છે ત્યારે સમાજની માનસિકતા બદલે અને આજની નારીને કરવા પડતા સંઘર્ષો આવતીકાલની નારીને ન કરવા પડે એવા સમાજનું નિર્માણ કરવાની અપીલ પણ સાંસદે કરી હતી.

આ તકે મેયર બીનાબેન કોઠારીએ ભારત નિર્માણમાં મહિલાઓના અસ્તિત્વને ઉજાગર કરી ભારત દેશને આપણે માતા સ્વરૂપ આપ્યું છે તેમ જણાવી નારી મહિમાની સંસ્કૃતિને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ વર્ષની થીમ “જેન્ડર ઇક્વાલિટી ફોર સસ્ટેનેબલ ટુમોરો” માટે ખાસ બ્રેક ધ બાયસના સૂત્રને લોકોને યાદ રાખી દીકરા-દીકરી સમાનતા અને દરેક ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષના ભેદભાવને મિટાવવા માટેની નેમ વ્યકત કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓને સન્માનિત/પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં રમતગમત ક્ષેત્રે રણજી ટ્રોફી વિજેતા છ મહિલા ખેલાડીઓ તથા અન્ય રમતમાં રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર મેળવનાર મહિલાઓને તેમજ સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, મહિલા કલ્યાણ અને સેવા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે નાના ભૂલકાઓની યશોદામાતા રૂપ આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડ અને પુરસ્કારથી નવાજવામાં તેમજ બેટી બચાવો બેટી પઢાવો રંગોળી સ્પર્ધાના વિજેતાઓને અને વ્હાલી દીકરી યોજના તથા ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, અભયમ ૧૮૧ની ટીમ, પોલીસ બેઝ્ડ સપોર્ટ સિસ્ટમની ટીમ અને જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ સખીમંડળોના બહેનોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ ઉજવણીના કાર્યક્રમમાં લોકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાલક્ષી માહિતી મળે અને તેઓ તેનો લાભ લે તે માટે વિવિધ યોજનાના સ્ટોલ તેમજ જામનગર ડેન્ટલ કોલેજની ટીમ દ્વારા મહિલાઓને ઓરલ હેલ્થ વિશે જાગૃત કરી, ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સર્વેએ મુખ્યમંત્રીશ્રીનો રાજ્યકક્ષાનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો અને સ્ત્રી સશક્તિકરણના શપથ લીધા હતા.

આ પ્રસંગે શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, વિવિધ સમિતીના ચેરમેનો નયનાબેન પરમાર, ગીતાબેન ચાવડા, હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, લખધીરસિંહ, નાયબ મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, પ્રાંત અધિકારી શહેર આસ્થાબેન ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તનબેન રાઠોડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા વિવિધ કચેરીના અને સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ Surat: હાર્દિક પટેલે અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા સાથે કરી બેઠક, નવા જૂનીનાં એંધાણ

Next Article