Navratri 2022 : જામનગરના ખૈલેયામાં અનેરો ઉત્સાહ, ‘પુષ્પા’ સહિતની બોલિવુડ સ્ટાઈલ ચણિયાચોળીએ બજારમાં જમાવ્યુ આકર્ષણ

|

Sep 23, 2022 | 10:06 AM

જામનગરમાં (Jamnagar) એક અઠવાડીયા પહેલા જ ગરબે રમનારા ખૈલેયાઓ બજારમાં (Markert) ડ્રેસ બૂક કરાવવા લાગ્યા છે.

Navratri 2022 : જામનગરના ખૈલેયામાં અનેરો ઉત્સાહ, પુષ્પા સહિતની બોલિવુડ સ્ટાઈલ ચણિયાચોળીએ બજારમાં જમાવ્યુ આકર્ષણ
Bollywood style chaniyacholi

Follow us on

કોરોનાને (Corona panedemic) કારણે નવરાત્રિના (Navratri) તહેવારમાં જાણે ગ્રહણ લાગી ગયું હતુ, પરંતુ બે વર્ષ બાદ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં રમનારા ખૈલેયાઓ આખુ વર્ષ આ પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રિના નવ દિવસની ઉજવણી કરવા માટે ખૈલેયાઓ ડ્રેસ ભાડે લેતા હોય છે, ત્યારે જામનગરમાં (Jamnagar) એક અઠવાડીયા પહેલા જ ગરબે રમનારા ખૈલેયાઓ બજારમાં (Markert) ડ્રેસ બૂક કરાવવા લાગ્યા છે.

ડ્રેસને અલગ લુક આપવા કલાકારોનો પ્રયાસ

આ વર્ષે ડ્રેસીંગ અને ઓર્નામેન્ટમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.પરંતુ ખૈલેયાઓ આ વધારા સામે નથી જોઈ રહ્યા અને પોતાની પસંદના ડ્રેસ બૂક કરાવી રહ્યા છે.જામનગર સ્થાનિક કલાકરો દ્રારા ડ્રેસને અલગ લુક આપવા માટે તેને આભુષણોથી (Ornaments) સજ્જ કરવામાં આવે છે. જેમાં આંભલા, ટીકી, સિતારા, સહિતના મટીરીયલ્સનો ઉપયોગ કરી ડ્રેસને તૈયાર કરવામાં આવે છે.  આ વર્ષે બોલિવુડના અનેક ફિલ્મ (Bollywood style) મુજબના ચણીયા ચોળી તૈયાર કરવામાં આવ્યા છે.

પુષ્પા, ભુલભુલૈયા, બાજીરાવ સહિતની ચણિયાચોળીની માગ

વર્ષોથી નવરાત્રીના ડ્રેસીસ તૈયાર કરનારા નેહા ધવલ પાટલીયાએ જણાવ્યુ કે આ વખતે બોલીવુડ સ્ટાઈલ ચણીયાચોળીની માંગ વધુ છે. ખૈલેયાઓ પોતાની પસંદગી અનુસાર ડ્રેસ તૈયાર કરતા થયા છે. નવરાત્રીમાં ડ્રેસીસ ને અલગ રીતે તૈયાર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં આ વખતે બજારમાં પુષ્પા, ભુલભુલૈયા, બાજીરાવ, પરમસુંદરી, રામલીલા જેવા બોલીવુડ સ્ટાઈલના ચણીયાચોળીએ આકર્ષણ જમાવ્યુ છે. મહત્વનું છે કે,છ માસ પહેલાથી ડ્રેસ તૈયાર કરવામાં આવે છે.  રાજસ્થાન, કચ્છ સહીતના વિસ્તારમાંથી અગાઉ માત્ર કાપડના ડ્રેસ તૈયાર કરાવવામાં આવતુ હોય છે. જે 7 થી 12 મીટરના તૈયાર કરવામાં આવે છે. જામનગર સ્થાનિક કલાકરો દ્રારા ડ્રેસને અલગ લુક આપવા માટે તેને આભુષણોથી સજજ કરવામાં આવે છે. જેમાં આંભલા, ટીકી, સિતારા, સહીતના મટીરીયલ્સનો ઉપયોગ કરી ડ્રેસને તૈયાર કરવામાં આવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અલગ દેખાવા ખૈલેયાઓ હજારો રૂપિયા ખર્ચવા તૈયાર

તેમજ ડ્રેસની મેચીંગમાં ઓર્નામેન્ટસ પણ રાખવામાં આવે છે.  જે યુવા પેઢીની પસંદગી હોય છે. ડ્રેસનુ એક દિવસના ભાડુ 300 રૂપિયાથી લઈ 2000 રૂપિયામાં ડ્રેસ ભાડે આપવામાં આવે છે. સાથે ઓર્નામેન્ટસ માટે રૂપિયા 50 થી 1000 રૂપિયા સુધીનુ ભાડુ વસુલાય છે. અફધાની જવેલરી, કાચના મિરર વર્કના ચોકર, કંદોરા, મોતીના સેટ, ગોલ્ડન ઓર્નામેન્ટસ, બલૈયા, મલ્ટીકલરના મોતીના સહિતના માંગ વધુ નવરાત્રિમાં રહે છે.

Published On - 9:07 am, Thu, 22 September 22

Next Article