હવે ઓસ્ટ્રેલિયામાં પણ છવાશે ભારતીય મૂળનું આયુર્વેદ, ITRA દ્વારા વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે કર્યા MOU

|

Nov 29, 2022 | 4:50 PM

જામનગરની જાણીતી આયુર્વેદની સંસ્થા ઈત્ર (ITRA)અને ઓસ્ટ્રેલીયાની વેસ્ટર્ન યુનિવર્સિટી વચ્ચે થયેલા કરાર બાદ ટુંક સમયમાં બંન્ને દેશનો નિષ્ણાતો, પ્રોફેસરો સાથે મળીને સંશોધન કરશે.

હવે ઓસ્ટ્રેલિયામાં પણ છવાશે ભારતીય મૂળનું આયુર્વેદ, ITRA દ્વારા વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે કર્યા MOU
ITRA -જામનગરદ્વારા વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે કર્યા MOU

Follow us on

આર્યુવેદનુ શિક્ષણ અને સંશોધન હવે ઓસ્ટ્રેલીયામાં શકય બન્યુ. ઓસ્ટ્રેલીયાની જાણીતી વેસ્ટર્ન યુનિવર્સિટીએ ગુજરાત સ્થિત જાનગરની ઈત્ર સંસ્થા દ્રારા કર્યા વિશેષ કરાર પર હસ્તાક્ષર. સોમવાર તા. 28-11-2022ના રોજ જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. કરવામાં આવ્યા હતા. આમ થવાથી હવે ભારતીય મૂળનું આયુર્વેદ દરિયાપાર ઓસ્ટ્રેલિયા દેશમાં છવાશે. પ્રથમ ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ માટેની સુવિધા તેમના જ દેશમાં આપણા સહયોગથી ઉપલબ્ધ બનાવશે, જેનાથી ઓસ્ટ્રેલિયાના લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ પણ મળશે.

બંન્ને યુનિવર્સિટી દ્વારા આ એમ.ઓ.યુ. થવાથી ઓસ્ટ્રેલિયા ખાતે આયુર્વેદમાં શૈક્ષણિક અને સહયોગી સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરશે, જેમાં હર્બલ મેડિસિન અને યોગનો સમાવેશ થાય છે, તેમજ શૈક્ષણિક ધોરણો અને ટૂંકા ગાળાના/મધ્યમ-ગાળાના અભ્યાસક્રમો અને શૈક્ષણિક માર્ગદર્શિકા ડિઝાઇન કરવામાં આવશે. તે મજબૂત ઓસ્ટ્રેલિયન નિયમનકારી માળખામાં આયુર્વેદ સંબંધિત શિક્ષણ, સંશોધન અને નીતિ વિકાસમાં ઉત્કૃષ્ટતા દર્શાવવા અને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક નેતૃત્વ પ્રદાન કરશે અને પરંપરાગત આરોગ્ય સારવારમાં પુરાવા આધારિત આયુર્વેદ દવાઓના અનુવાદ અને એકીકરણને પ્રોત્સાહન આપવા વ્યૂહરચના વિકસાવશે.

આ પ્રસંગે આ.ટી.આર.એ. વતી સંસ્થાના નિયામક વૈદ્ય અનુપ ઠાકર અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વતી કુલપતિ પ્રો. બારની ગ્લોવર દ્વારા એમ.ઓ.યુ. પાર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ.ટી.આર.એ. ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડીન પ્રો. મનદીપ ગોયલ અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી તરફથી ડેનિસ ચેન્ગ અને દિલીપ ઘોષ તેમજ આ.ટી.આર.એ.ના અન્ય કર્મચારીઓ હાજર રહયા હતા.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

જામનગરની જાણીતી આયુર્વેદની સંસ્થા ઈત્ર અને ઓસ્ટ્રેલીયાની વેસ્ટર્ન યુનિવર્સિટી વચ્ચે થયેલા કરાર બાદ ટુંક સમયમાં બંન્ને દેશનો નિષ્ણાતો, પ્રોફેસરો સાથે મળીને સંશોધન કરશે. ત્યાર બાદ નિયત થયેલા આર્યુવેદ વિષયનુ શિક્ષણ સાત સમુદ્ર પાર ઓસ્ટ્રેલીયામાં વિધાર્થીઓ મેળવી શકશે. તે વિધાર્થીઓ વિશેષ અભ્યાસ અને સંશોધન માટે જામનગરમાં આવશે. જેથી આર્યુવેદનો વ્યાપક વધશે. આર્યુવેદનુ શિક્ષણ અને સંશોધન હાલ સુધી જાપાન, જર્મની, બ્રાઝીલ, ચીલી, ફાન્સ, એજન્ટીના, પોર્ટુગલ સહીતના દેશોમાં થાય છે. હવે ઓસ્ટ્રેલીયાની યુનિવર્સિટી સાથે કરાર થયા ઓસ્ટ્રેલીયામાં આર્યુવેદનુ શિક્ષણ, સંશોધન શકય બન્યુ છે. ભારતીય પ્રાચીન ચિકિત્સા પધ્ધતિને વિશ્વના અનેક દેશો સ્વીકારી રહ્યા છે. અને તેને અપનાવી રહ્યા છે.

Published On - 4:50 pm, Tue, 29 November 22

Next Article