Jamnagar શહેરનું બે મેગાસિટી સાથે એર જોડાણ, બે ફલાઈટ આજથી શરૂ

|

Aug 26, 2021 | 12:17 PM

જામનગરથી આજથી બેગ્લોર અને હૈદરાબાદની બે ફલાઈટ શરૂ થઈ છે. જે અઠવાડીયામાં ત્રણ દિવસ કાર્યરત રહેશે. ઉડાન યોજના અંતર્ગત (આર.સી.એસ) રીઝનલ કનેકટીવી સ્કીમ મુજબ નાના શહેરનો મેટ્રો શહેરને જોડવા માટે નાની ફલાઈટ શરૂ કરવામાં આવી છે.

જામનગરથી આજથી બેગ્લોર અને હૈદરાબાદની બે ફલાઈટ શરૂ થઈ છે. જે અઠવાડીયામાં ત્રણ દિવસ કાર્યરત રહેશે. ઉડાન યોજના અંતર્ગત (આર.સી.એસ) રીઝનલ કનેકટીવી સ્કીમ મુજબ નાના શહેરનો મેટ્રો શહેરને જોડવા માટે નાની ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જે મુજબ જામનગરથી બેંગ્લોર અને હૈદરાબાદ એમ બે ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જે 50 સીટર આ ફલાઈટ એક અઠવાડીયામાં ત્રણ દિવસ કાર્યરત રહેશે. સ્ટારએરની 50 સીટની બે ફલાઈટ શરૂ થઈ છે.

વહેલી સવારે 6-35એ બેંગ્લોરથી જામનગર 8-50 વાગે પહોંચશે. જામનગરથી 9-15એ હૈદરાબાદ 11-30 વાગ્યે પહોંચશે. હૈદરાબાદથી બપોરના 3-15 એ ઉડાન ભરીને જામનગર સાંજે 5-20 વાગ્યે પહોંચશે. ફરી સાંજે જામનગરથી સાંજે 6 -45 વાગ્યે ઉડાન ભરીને બેગ્લોર સાંજે 8 પહોંચશે. જે અઠવાડીયામાં ત્રણ દિવસ મંગળવાર, ગુરૂવાર અને શનિવાર કાર્યરત રહેશે.

જામનગર એરપોર્ટથી હાલ સુધી માત્ર એક જ ફલાઈટ જામનગર-મુંબઈની એરઈન્ડીયાની 180 સીટની ફલાઈટ કાર્યરત છે. જે અગાઉ દૈનિક હતી, પરંતુ કોરોના કાળ બાદ તે અઠવાડીયામાં ત્રણ દિવસ શરૂ થઈ હતી, ફરી 1 ઓગષ્ટથી અઠવાડીયામાં ચાર દિવસ કાર્યરત છે. જે પછી જામનગર શહેરમાં કુલ ત્રણ ફલાઈટ કાર્યરત થઈ છે. જે અઠવાડીયામાં 10 ઉડાન ભરશે. જે મુંબઈ, બેગ્લોર અને હૈદરાબાદ શહેર સાથે જોડાશે. જામનગર એરપોર્ટથી વધુ બે ફલાઈટ શરૂ થતા સૌરાષ્ટ્રવાસીઓને તેનો ફાયદો મળશે. ખાસ હૈદરાબાદ અને બેંગ્લોરથી વેપાર સાથે સંકળાયેલ વેપારને વેગ મળશે.

Next Video