Jamnagar : ‘સુજલામ સુફલામ અભિયાન’ના વેગ માટે યોજાઈ બેઠક, પાણીની સમસ્યાનો નિવેડો લાવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દાઓ પર કરી ચર્ચા

|

May 24, 2022 | 9:40 AM

આ બેઠકમાં જિલ્લા(Jamnagar District) કલેકટર ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડયા, ડે. મ્યુનસિપલ કમિશનર વસ્તાણી,જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jamnagar : સુજલામ સુફલામ અભિયાનના વેગ માટે યોજાઈ બેઠક, પાણીની સમસ્યાનો નિવેડો લાવવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દાઓ પર કરી ચર્ચા
File Photo

Follow us on

Jamnagar news : જામનગરમાં રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીપટેલે (Raghvjibhai Patel) કલેકટર કચેરી ખાતે જિલ્લાના સુજલામ સુફલામ્ જળ અભિયાન-2022 ના હાથ ધરવામાં આવેલ કામોની પ્રગતિ તથા લોક ભાગીદારીના કામો અંગે કરવાની થતી કામગીરીના આયોજન અંગે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી તેમજ સિંચાઇ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ (Officers) સાથે બેઠક યોજી હતી.

વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે જરૂરી : રાઘવજી પટેલ

આ બેઠકમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લો (Jamnagar District) એ દરિયાકાંઠાનો વિસ્તાર છે. ત્યારે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે ખૂબ આવશ્યક છે. તેમજ ખેડૂતોને આ યોજનાની ફળશ્રુતિ સ્વરૂપે પુષ્કળ લાભો મળી શકે તેમ છે અને આ યોજના ખેડૂતો (Farmer) માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યુ છે. ઉપરાંત મંત્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં ચાલી રહેલ જળ સંચયના પ્રગતિ હેઠળના કામો, કામોનો પ્રગતિ અહેવાલ તેમજ લક્ષ્યાંક બાબતે વિગતવાર સમીક્ષા કરી હતી અને વરસાદ થાય એ પહેલાં કામોની માપણી પૂર્ણ કરી જળ સંચયના વધુમાં વધુ કામો હાથ ધરવા સૂચન કર્યું હતુ.

ક્લેકટર સહિત આ અધિકારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડયા, ડે. મ્યુનસિપલ કમિશનર વસ્તાણી,જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, ચીફ ઓફિસરો, ક્ષાર અંકુશ વિભાગ, સિંચાઇ વિભાગ, પંચાયત સિંચાઇ વિભાગ વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુજલામ સુફલામ જળ અભિયાન

તમને જણાવી દઈએ કે, સુજલમ સુફલામ જળ અભિયાનની શરૂઆત મે 2018માં થઈ હતી.વર્ષ 2021 માં લોક ભાગીદારીના4964 મનરેગા હેઠળ 5950 કામો હાથ ધરવામાં આવ્યા હતા.વિભાગીય રીતે 4296 એમ કુલ મળીને 15210 કામો હાથ ધર્યા હતા.જેને પગલે જળસંગ્રહ શક્તિમાં 19717 ધનફૂટ જેટલો વધારો થયો.
રાજ્યમાં 4 વર્ષમાં 56698 કામો હાથ ધરવામાં આવ્યા.તેમજ તળાવની વાત કરીએ તો તેને ઉંડા કરવાના 21402 કામો હાથ ધરાયા.એટલું જ નહીં આ અભિયાનથી
રાજ્યમાં 156.93 લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ.તેમજ લોકભાગીદારી હેઠળ 182.00 કરોડનો સરકારને સહયોગ પ્રાપ્ત થયો.છેલ્લા ચાર વર્ષમાં 61781 ઘન ફૂટ જળસંગ્રહ શક્તિનો વધારો થયો છે.

Published On - 8:22 am, Tue, 24 May 22

Next Article