જામનગર નજીક આવેલા દરેડમાં નળી વિસ્તારમાં આવેલા નાની ઓરડીમાં એક મહિલાની લાશ મળી છે. શનિવારના રોજ મજુરી કામ કરીને ઘરે પરત આવતા પતિ અને પુત્રે મહિલાને મૃતહાલતમા જોતા પોલિસને જાણ કરી હતી. પોલિસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવતા તેના રીપોર્ટમાં ખુલાસો થયો કે તેની હત્યા થઈ છે.
કમલસિંઘ બધેલ તેની પત્નિ અને ત્રણ પુત્રો સાથે નળી વિસ્તારમાં આવેલી નાની ઓરડીમાં ભાડે રહેતો હતો. જે મુળમધ્યપ્રદેશના ગ્વાલીયરના રહેવાસી છે. દરેડના કારખાનામાં મજુરી માટે ગુજરાતના જામનગરમાં આવ્યો હતો. ત્રણ પુત્રો અને કમલસિંઘ મજુરી કામ કરે છે અને તેની પત્નિ મીના ઘરકામ કરતી હતી. શનિવારે સાંજે પોતાના ઘરે પહોંચ્યા તો પત્નિને મૃત હાલતમા જોતા પોલિસને જાણ કરી હતી. પોલિસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પોલિસને જાણ થતા પોલિસની ટીમે મૃતદેહનો કબ્જો મેળવીને તેનુ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે રીપોર્ટમાં મીનાની હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. પોલિસે પીએમ રીપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. 45 વર્ષીય પરણિત પરપ્રાંતિય મહિલાની હત્યા શા માટે કરવામાં આવી, કોણે કરી તે સવાલોના જવાબ મેળવવા પોલિસ કાર્યવાહી શરૂ કરી છે.
કમલેશ અને મીણાના લગ્નને 25 વર્ષ થયા છે. તેમને ત્રણ પુત્ર છે, તેમની ઓરડીમાં તે એકલી હોય ત્યારે કોઈ અજાણ્યો શખ્સે તેની હત્યા કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. તેની પાસે મોટી રોકડ, દાગીના મિલકત ના હોવાથી ચોરી કે લૂંટ માટે હત્યા થઈ નથી. પરંતુ તેની હત્યા પાછળ કોઈ આડા સંબંધ છે કે અન્ય કોઈ કારણ તે સવાલોના જવાબ મેળવવા પોલિસ આસપાસના વિસ્તારમાં તેમજ પરીવારજનોની પુછપરછ શરૂ કરી છે.
મધ્યપ્રદેશથી આવેલ પરીવાર મજુરી કામ કરે છે. મહિલા એકલી ઘરે રહેતી હતી. પરણિતાની હત્યા કોણે અને શા માટે કરી તે માટે પોલિસની વિવિધ ટીમો કામ લાગી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:29 pm, Mon, 24 April 23