
Jamnagar : પંચમહાલ જીલ્લાના નસીરપુર ગામના વતની 66 વર્ષીય વૃદ્ધ વાલા પાલીયા ગઢવી ઉલ્ટા પગે ચાલીને દ્વારકા જશે. જી હા….આપને જાણીને આશ્વર્ય થશે પરંતુ તેઓએ આ જ રીતે જવાની ટેક લીધી છે. ચારણ ગઢવી પરીવાર વાલા પાલીયાને ઈશ્વર પર ખુબ જ આસ્થા છે. ઘણાં વર્ષોથી મંદિરમા સેવા-પુજા કરે છે.આપને જણાવી દઈએ કે, કોરોના-લમ્પી જેવી બીમારીથી વિશ્વનુ રક્ષણ થાય તે પ્રાર્થના સાથે ઉલ્ટા પગે પદયાત્રા શરૂ કરી છે.
ગોધરાના નસીરપુરથી 18મી ફેબ્રુઆરીના રોજ તેઓએ આ પદયાત્રા શરૂ કરી હતી. સોમવારે જામનગર પહોંચીને મંગળવારે જામનગરથી ખંભાળીયા હાઈવે તરફની પ્રસ્થાન કર્યુ છે. કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, બાદ લમ્પી વાયરસના કારણે અનેક ગાયના મોત થયા છે. આવી બીમારીથી વિશ્વનુ રક્ષણ કરે તે પ્રાર્થાના સાથે ઉલ્ટાપગે દ્વારાકા અને ત્યાંથી સોમનાથની પદયાત્રા કરવાનુ નકકી કર્યુ છે. વાલા લાખા પાલીયા ગઢવી કે જેઓને ભગવાન પર અપાર આસ્થા હોવાથી દિવસ આખો સેવા-પુજામાં વિતાવે છે.
ગોધરાના 66 વર્ષીય વાલાભાઈ લાખાભાઈ પાલિયા ગઢવી ઉલ્ટા પગે ચાલીને જતા તેમનુ જામનગર ચારણ સમાજ દ્વારા ખીજડીયા પાટીયા પાસે આવકાર આપીને સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. અંદાજે 900 કિલોમીટરની લાંબી યાત્રા ઉલ્ટા પગે ચાલીને વાલાભાઈ કરી રહ્યા છે.
ઉલ્ટા પગે ચાલીને આ ચારણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, જો કે તેમણે થાક લાગતો નથી તેમ જ શરીરમાં કોઈ પણ જાતની નબળાઈ પણ આવતી નથી. આપને જણાવવુ રહ્યું કે, તેઓ વહેલી સવારે જ ચાલવાનું શરૂ કરી દે છે. દૈનિક 20થી 25 કિમીનુ અંતર કાપે છે. કોરોના કાળમાં અનેક લોકોના જીવ ગયા છે તો લમ્પીવાયરસથી અનેક અબોલ ગાયોના મોતની નિપજયા છે, ત્યારે તેના આત્માને શાંતિ મળે તે માટે વાલાભાઈ ગઢવી નિ:સ્વાર્થ ભાવે પદયાત્રા કરી રહ્યા છે.
મહત્વનું છે કે આ અગાઉ રાજસ્થાનના રામદેવડા સુધીની અંદાજે 850 કિમીની આ રીતે પદયાત્રા કરી હતી.પદયાત્રા ઉલ્ટા પગે કરતા હોવાથી ચાલવુ મુશકેલ બને છે.ત્યારે વાલા લાખા પાલીયા ગઢવીના સહયોગી બન્યા છે 75 વર્ષીય વાલા જીવા આલગા જે તેમની સાથે ચાલીને તેમને મદદ કરી રહ્યા છે.