JAMNAGAR : 6 જીલ્લાની 154 ટીમ દ્વારા નુકસાનીનો સર્વે પૂર્ણ, 92 ગામના અસરગ્રસ્તોને વળતર પણ ચૂકવી દેવાયું

|

Sep 22, 2021 | 7:29 PM

સરકારે પુર નુકસાનીના વળતરમાં વધારો કરવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે અને આ નિર્ણય બદલ પુરગ્રસ્ત ખેડૂતોએ નવી સરકારનો આભાર માન્યો છે.

92 ગામના 7495 કુટુંબ પુરથી પ્રભાવિત બન્યા હોવાનું  સર્વેમાં સામે આવ્યું છે.

JAMNAGAR : પુરના કારણે જામનગરથી કાલાવડ વચ્ચેના ગામોમાં ભારે તબાહી સર્જાઈ હતી… જેના પગલે તંત્રએ યુદ્ધના ધોરણે 6 જીલ્લાની 154 ટીમ દ્વારા થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યો છે. અને અસરગ્રસ્ત 92 ગામના અનેક પરિવારને નુકસાનીના વળતર પેટે સહાય ચુકવી છે. 92 ગામના 7495 કુટુંબ પુરથી પ્રભાવિત બન્યા હોવાનું  સર્વેમાં સામે આવ્યું છે. ત્યારે આ તમામ કુટુંબોને ઘરવખરી અને કપડા સહાય પેટે રૂપિયા 2.94 કરોડની રકમ ચૂકવી છે. જયારે અસરગ્રસ્ત 31332 લોકોને કેશ ડોલ્સની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.

તો ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલ સર્વે બાદ સરકાર દ્વારા ડીઝાસ્ટર પેકેજ રૂપે એક જ સપ્તાહમાં કુલ રૂ.4.85 કરોડ જે તે અસરગ્રસ્તોને ચુકવી આપવામાં આવ્યા છે. જોકે હજૂ જીલ્લાના 250 ગામોમાં ખેતીના પાક અને જમીનના નુકસાન અંગે સર્વે ચાલુ છે.

તો બીજી તરફ સરકારે પુર નુકસાનીના વળતરમાં વધારો કરવાના નિર્ણયને લોકોએ આવકાર્યો છે અને આ નિર્ણય બદલ પુરગ્રસ્ત ખેડૂતોએ નવી સરકારનો આભાર માન્યો છે.

જિલ્લામાં પાક નુક્સાનીના સર્વેની કામગીરી જલ્દી શરૂ કરવા સરકારે આદેશ આપ્યા હતા. અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લામાં ખેડૂતોને મોટાપાયે નુક્સાન થયું છે. જેને લઈ રાજ્યકક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હકી અને ઉભા પાકને થયેલા નુક્સાનના સર્વેની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા આદેશો આપ્યા હતા.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

Next Video