JAMNAGAR :અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 6 ગામોની સાંસદે મુલાકાત લીધી, તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ : પૂનમ માડમ

|

Sep 17, 2021 | 1:05 PM

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોકસંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

JAMNAGAR :અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 6 ગામોની સાંસદે મુલાકાત લીધી, તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ : પૂનમ માડમ
JAMNAGAR: MP visits 6 villages affected by heavy rains, government committed to help all: Poonam Madam

Follow us on

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ૬ ગામોની મુલાકાત સાંસદે લીધી, સર્વગ્રાહી સમીક્ષા કરતાં સાંસદ પૂનમબેન માડમ

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે. ત્યારે આ ગામોની સાંસદ પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોકસંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી શક્ય તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ હોવાનું સાંસદે કહ્યું

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સાંસદએ જામનગર જિલ્લાના જામનગર, ધ્રોલ તથા કાલાવડ તાલુકાના, અલીયા, મોટી બાણુગર, રામપર, ધુતારપર, ધુળસિયા તેમજ કાલાવડ ગામની મુલાકાત લીધી, અને અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે સુચના આપી. તથા પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અને, અધિકારીઓને તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું.

સાંસદની સાથે મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા

સાંસદએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

નોંધનીય છેકે ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે અનેક ગામોમાં નુકસાન થયું છે. જેમાં જામનગર પંથકમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે વરસાદે વિરામ લેતા આ તારાજીના દ્રશ્યો ધીમેધીમે સામે આવી રહ્યાં છે. જેને પગલે જામનગરના સાસંદે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને, આ વિસ્તારની છણાવટ કરી હતી.

 

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઇવ શરૂ, 10 હજારથી વધુ બુથ પર રસીકરણનો પ્રારંભ

 

Published On - 1:03 pm, Fri, 17 September 21

Next Article