તમે પોલેન્ડ (Poland)નું નામ તો સાંભળ્યું હશે, ક્યારેક આ દેશની મુસાફરી પણ કરી હશે પણ શું તમે જાણો છે કે પોલેન્ડની રાજધાની વોરસોમાં જામનગરના મહારાજા દિગ્વિજય સિંહ (Maharaja Digvijay Singh)ના નામ પર એક ચોક કેમ સમર્પિત કરવામાં આવ્યો છે? આ કહાની ભારતના વસુધૈવ કુટુમ્બકમની ફિલોસોફીથી જોડાયેલી છે.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જ્યારે 1939માં જર્મની અને રશિયાની સેનાએ પોલેન્ડ પર કબ્જો કરી લીધો. આ યુદ્ધમાં પોતાના દેશને બચાવવા માટે પોલેન્ડના હજારો સૈનિકોના મોત થયા અને તેમના બાળકો અનાથ થઈ ગયા. 1941 સુધી આ બાળકો પોલેન્ડની શિવિરોમાં રહેતા હતા પણ ત્યારબાદ રશિયાએ બાળકોને ત્યાંથી ભગાડવાનું શરૂ કરી દીધું.
ત્યારે 600થી વધારે બાળકો એકલા અથવા તેમની માતાની સાથે એક નાવડીમાં બેસીને જીવ બચાવવા માટે નિકળ્યા હતા પણ ઘણા દેશોએ તેમને શરણ આપવાથી ઈનકાર કરી દીધો. જ્યારે તેમની નાવડી મુંબઈ પહોંચી તો જામનગરના મહારાજા દિગ્વિજય સિંહે તેમને આશ્રય આપ્યો. ત્યારે ભારત આઝાદ નહતું થયું અને અંગ્રેજોએ પણ બાળકોને આશ્રય આપવાથી ઈનકાર કરી દીધો હતો.
1946 સુધી પોલેન્ડના રિફ્યુજી બાળકો જામનગરથી 25 કિલોમીટર દુર બાલાચડી ગામમાં રહેતા અને ત્યારબાદ પોલેન્ડ સરકારે તેમને પરત બોલાવી લીધા. 1989માં જ્યારે પોલેન્ડ રશિયાથી અલગ થયું તો ત્યાંના લોકોએ આભાર વ્યક્ત કરવા માટે જામ સાહેબના નામ પર એક ચોકનું નામ રાખ્યું. આજે પણ પોલેન્ડથી લોકો દર વર્ષે ભારતના બાલાચડી ગામમાં આવે છે અને તે ધરતીને પ્રણામ કરે છે. જેમને બીજા વિશ્વ યુદ્ધમાં તેમનો જીવ બચાવ્યો હતો.
આ દરમિયાન પોલેન્ડ અને રશિયાના મિત્ર દેશ બેલારુસ વચ્ચે યુદ્ધનો ખતરો છે. સરહદ પર વધારે સૈનિકોની તૈનાતીના સમાચાર સાંભળતા જ પોલેન્ડ પણ પોતાની સરહદ પર ભારે હથિયારોથી સજ્જ 15000 સૈનિકોને તૈનાત કરી દીધા છે. પોલેન્ડનો આરોપ છે કે બેલારુસ તેની સરહદ પર આવતા શરણાર્થીઓને શસ્ત્રો પૂરા પાડી રહ્યું છે. જેથી તે બળપૂર્વક પોલેન્ડમાં પ્રવેશ કરી શકે.
ત્યારે કહેવામાં આવી રહ્યું છે સોમવારે પોલેન્ડના સૈનિક શરણાર્થીઓની વિરૂદ્ધ કોઈ મોટુ પગલું ઉઠાવી શકે છે. જાણકારી મુજબ આ શરણાર્થી મધ્યપૂર્વ અને આફ્રિકાના દેશોથી આવ્યા છે. આ લોકો સારૂ જીવન જીવવા માટે યૂરોપમાં વસવા ઈચ્છે છે.
Published On - 11:59 pm, Thu, 18 November 21