જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે (NCP) 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજકીય પક્ષોએ ચૂંટણી ગતિવિધિ તેજ બનાવી છે, ત્યારે NCP દ્વારા જામનગરના 10 ઉમેદવારોની નામાવલી જાહેર કરી છે.
જેમાં વોર્ડ નંબર 6ના રમાબેન અમરકાંત પંડ્યા અને કાકુભાઈ પીઠાભાઈ વૈરૃ, વોર્ડ નંબર 7ના કમલેશભાઈ બી. મહેતા, વોર્ડ નંબર 8માં કલ્પેશ વસંતભાઈ લીંબાસિયા, વોર્ડ 11માં ભાવેશ ધીરૃભાઈ ઝાપડા અને રજાકભાઈ સીદીકભાઈ ખીરા, વોર્ડ નંબર 15માં નિલેશભાઈ ભાણજીભાઈ વસોયા, વોર્ડ નંબર 16માં બિનેશભાઈ જમનભાઈ નારિયા, વોર્ડ નંબર 16માં દિલીપભાઈ એમ. કણઝારિયા અને મુલેશભાઈ એસ. વ્યાસને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: રામપુરા વિસ્તારમાં વેપારી લુંટાયો, ચપ્પુના ઘા મારી 20 લાખથી વધુની ચલાવી લુંટ