વરસાદ બાદ જામનગર શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજય છવાયું હતું. જે દિવાળીના તહેવાર પહેલા દુર કરવા અને રસ્તાને રીપેર કરવા માટે મહાનગર પાલિકા એકશન મોડમાં આવી છે. અંદાજે બે કરોડની આસપાસનો ખર્ચ કરીને શહેરના રસ્તાઓ સુધારવાની કામગીરી કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના રસ્તાઓની હાલત સુધારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ખાડા દુર કરાયા, તો કેટલીય જગ્યાએ ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું. અનેક જગ્યાએ રોડ પુનનવા કરવામાં આવ્યા. શહેરના અલગ- અલગ રસ્તા રીપેરીંગ માટે કુલ 1 કરોડ અને 85 લાખ જેવો ખર્ચ કરીને રસ્તાઓ રીપેરીંગ કે પુન નવા કરવાની કામગીરી કરવામાં આવી છે.
જે દિવાળી પહેલા શહેરના મોટાભાગના રસ્તાનુ કામ પુર્ણ કરવા તંત્રની તૈયારી છે. વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ ખાડાઓ, રસ્તાઓ ખરાબ થયા છે. જેને રીપેરીંગ કરવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના સ્ટેડીંગ કમીટીના ચેરમેન મનિષ કટારીયાએ જણાવ્યુ કે મહાનગર પાલિકાના શહેરના રસ્તાઓને સુધારવા માટે રાજય સરકાર દ્વારા ખુબ સારો સહયોગ મળ્યો છે. અને રસ્તા માટે રાજય સરકાર દ્રારા ગ્રાન્ટ મળી છે. શહેરમાં પેચ વર્ક, રસ્તાને રીપેર, ખાડા દુર કરવા અને જરૂરી હોય પુનહ નવા રસ્તાઓ તૈયાર કરવાની કામગીરી ચાલે છે.
જામનગર શહેરમાં કુલ 1192 કીમીના રસ્તાઓ આવેલા છે. જે પૈકી 14.50 કીમીના વિસ્તારમાં રસ્તાઓ ખરાબ થયા છે. જેને એક કરોડ રૂપિયાના ખર્ચે રીપેર કરવામાં આવ્યા છે. તો 9 કીમીના કાચા રસ્તાઓને રીપેર કરવામાં આવ્યા છે. 3 કીમીના કોકરેટ રોડ પર અને અઢી કીમીના ડામરના રસ્તા પર ડામરથી રીપેરીંગ કામ કર્યુ છે.
રસ્તા માટે એક કરોડનો રૂપિયોનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ સભ્ય દીઠ 1 લાખની ગ્રાન્ટ રસ્તા માટે ફાળવવામાં આવી છે. જે કુલ 64 સભ્યોની 64 લાખ રૂપિયા તેમજ પદાધિકારીઓની 21 લાખ મળીને કુલ 85 લાખની ગ્રાન્ટના ખર્ચ શહેરના રસ્તાઓ માટે કરવામાં આવશે. શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો પરના રસ્તાઓને રીપેર કરવામાં આવ્યા છે. અન્ય દિવાળીના તહેવાર પહેલા તમામ કામગીરી પુર્ણ થાય તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેની માંગ ઉગ્ર બની, અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં પ્રદર્શન