Jamnagar: વિદેશી મહેમાનો વચ્ચે પુત્રના લગ્ન યોજ્યા બાદ ઉદ્યોગપતિ જીતુલાલ અને પરિવારના 2 સભ્યો કોરોના પોઝિટિવ

|

Dec 08, 2021 | 2:43 PM

ઉદ્યોગપતિ જીતુલાલ અને તેમના પરિવારના સભ્યો સંક્રમિત થતા જીતુ લાલે ઑડિયો સંદેશ મારફતે લોકોને આ અંગે જાણ કરી છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ને પગલે દેશભરમાં દહેશત ફેલાયેલી છે. ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં સલામતી અને સતર્કતારૂપ પગલા લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જામનગર(Jamnagar)માં એક જાણીતા ઉદ્યોગપતિ (Businessman) જીતુ લાલ અને તેમના પરિવારના બે સભ્યો કોરોના(Corona) સંક્રમિત હોવાની માહિતી મળી છે.

 

ઑડિયો સંદેશથી સંક્રમિત થયાની કરી જાણ

ઉદ્યોગપતિ જીતુલાલ અને તેમના પરિવારના સભ્યો સંક્રમિત થતા જીતુ લાલે ઑડિયો સંદેશ મારફતે લોકોને આ અંગે જાણ કરી છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવાની અપીલ પણ કરી છે.

પુત્રના લગ્નમાં વિદેશી લોકો હતા મહેમાન

મળતી માહિતી મુજબ જામનગરના ઉદ્યોગપતિ જીતુલાલના પુત્રના લગ્ન રાજસ્થાનના જયપુરમાં યોજાયા હતા. જ્યાં લગ્નમાં વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી હતી. એક તરફ નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ઉદ્યોગપતિ વિદેશી મહેમાનો વચ્ચે હતા તે માહિતી મળતા તંત્ર માટે ચિંતા વધી છે.

જામનગરમાં પહેલેથી જ ઓમિક્રોનનો કેસ

ગુજરાતના જામનગરમાં પહેલેથી જ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો એક કેસ નોંધાયેલો છે. જેને લઇને જામનગરમાં વહીવટી તંત્ર પહેલેથી જ સાવચેતીરૂપ પગલા લઇ રહ્યુ છે. શહેરમાં તમામને માસ્ક ફરજીયાત પહેરવા સહિત કોરોના ગાઇડલાઇનના કડક પાલન માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. આ વચ્ચે જાણીતા ઉદ્યોગપતિ અને લોહાણા સમાજના અગ્રણી જીતુ લાલ અને તેમના પરિવારના ત્રણ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર માટે વધુ ચિંતાનો વિષય બન્યો છે.

 

આ પણ વાચોઃ GUJARAT : જૂનિયર રેસિડેન્ટ તબીબોની બીજા દિવસે હડતાળ યથાવત, દર્દીઓને પડી રહી છે હાલાકી

આ પણ વાંચોઃ નેશનલ એવોર્ડ જીત્યા બાદ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરે હવે આ દિવસે ચીનમાં થશે રિલીઝ

Next Video