JAMNAGAR : વાવાઝોડાના કારણે મિત્રને ત્યાં મુશ્કેલીની જાણ થતા 15 યુવાનો મદદે દોડી આવ્યા, 2 હજાર લોકોને કરી મદદ

|

May 19, 2021 | 2:04 PM

JAMNAGAR : તાઉ તે વાવાઝોડાને(hurricane) કારણે સૌરાષ્ટ્રના(Saurashtra) કેટલાક વિસ્તારમાં વિનાશકતા સર્જી. જેમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ સહીતના જીલ્લામાં વાવાઝોડાની અસર થઈ.

JAMNAGAR : તાઉ તે વાવાઝોડાને(hurricane) કારણે સૌરાષ્ટ્રના(Saurashtra) કેટલાક વિસ્તારમાં વિનાશકતા સર્જી. જેમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ સહીતના જીલ્લામાં વાવાઝોડાની અસર થઈ. ભાવનગરના મહુવાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં યુવાને ગામની સ્થિતી વાવાઝોડા બાદ કેવી તારાજી સર્જાઇ છે તેનું વર્ણન જામનગર રહેતા મિત્રને કરી.

મહુવાના આસાપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી સહીતની મુશકેલી હોવાની જાણ થતા જામનગરના યુવાનો મિત્રને મદદ કરવા દોડી ગયા. એક મિત્ર પુરતી નહી, પરંતુ વાવાઝોડાથી અસરગ્રસ્ત 500 જેટલા પરીવારને મદદ કરવાનો પ્રયાસ કર્યો.કુલ 2000 લોકોને ફુડપેકેટ(Foodpacked) મળે તે માટેની કામગીરી કરી.

જામનગરમાં યુવાન સ્વયંસેવકો વાવાઝોડાના અસરગ્રસ્ત ગામમાં લોકોને ખાવાનુ મળી રહે તે માટેની પહેલ કરી. 15 યુવાનો અને કેટલાક મજુરોને કામ પર રાખીને રાત-દિવસ કામ કરી ફુડ-પેકેટ તૈયાર કર્યા. જેમાં થેપલા, ફરસાણ, પાણી, અથાડુ, સહીતની સામગ્રી સાથે ફુડ-પેકેટ તૈયાર કર્યા. જે મહુવાના આસપાસના અસરગ્રસ્ત વિસ્તારમાં પહોચડવામાં આવશે.

જયારે કોઈ પણ આફત આવે તો માનવતા માટે અનેક લોકો કે સંસ્થાઓ દ્રારા એક બીજાને મદદરૂપ થવાની કામગીરી કરવામાં આવે છે. વાવાઝોડાની અસર જામનગર જીલ્લામાં કોઈ ખાસ જોવા મળી નથી. પરંતુ અંહી આ સ્વયંસેવક યુવાનોએ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની મદદ કરવાની પહેલ કરી.

 

Published On - 12:48 pm, Wed, 19 May 21

Next Video