ગીરના જંગલમાં પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહેતો જમજીરનો ધોધ

ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે, ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ જમજીરનો ધોધ પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહી રહ્યો છે. શિંગોડા નદી પર આવેલો આ ધોધ ચોમાસામાં ધસમસતા પુરના પાણીને વહાવતો હોય ત્યારે જામવાળા ગીરમાંથી જળબંબાકારનો નજારો સામે આવ્યો છે. ગીરના પથરાળ પ્રદેશની ભેખડોમાંથી પાણીનો ધોધ વહેતો હોય ત્યારે અદ્ભુત નજારો સર્જાય છે. ધોધમાંથી વહેતા પાણીનો […]

ગીરના જંગલમાં પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહેતો જમજીરનો ધોધ
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:33 PM

ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે, ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ જમજીરનો ધોધ પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહી રહ્યો છે. શિંગોડા નદી પર આવેલો આ ધોધ ચોમાસામાં ધસમસતા પુરના પાણીને વહાવતો હોય ત્યારે જામવાળા ગીરમાંથી જળબંબાકારનો નજારો સામે આવ્યો છે. ગીરના પથરાળ પ્રદેશની ભેખડોમાંથી પાણીનો ધોધ વહેતો હોય ત્યારે અદ્ભુત નજારો સર્જાય છે. ધોધમાંથી વહેતા પાણીનો અવાજ વાતાવરણને આહલાદક બનાવી દે છે.

ગીરના જંગલ બાદ પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્ર સમા જમજીરના ધોધમાં છેલ્લા 10 વર્ષમાં 25 જેટલા યુવકોના ડૂબાવાથી મોત થયા છે. જેથી પુરની પરિસ્થિતિમાં ધોધની નજીક જવાની લોકોને મનાઈ કરવામાં આવી છે. પાણીના પ્રચંડ વેગથી વહેતા ધોધના આકર્ષણથી અહીં ઉમટતા લોકોને ધોધ પાસે જતા રોકવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃમૂળીના દુધઈનું રાતુતળાવ ફાટ્યુ, તળાવનું પાણી ખેતરોમાં ફરી વળતા વ્યાપક નુકસાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 6:51 am, Wed, 26 August 20

Follow Us