નવસારીના જલાલપોરમાં યુવતીના શંકાસ્પદ મોત કેસમાં પેનલ પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. યુવતીનું મોત ગળેફાંસો ખાવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે હજુ પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાં યુવતીના મોત અંગેનું સાચુ કારણ બહાર આવશે. આ ઉપરાંત યુવતીના DNA સેમ્પલ લેવાયા છે.
આ પણ વાંચો : NAVASARI : આજે પારસીઓનું જમશેદી નવરોઝ, કેમ પારસી સમાજની ઘટી રહી છે વસ્તી ?
સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પ્રમાણે, યુવતીના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી મળ્યા. પરંતુ ગળાના ભાગે નિશાન જોવા મળ્યા છે. આ નિશાન ગળેફાંસો ખાવા સાથે સુસંગત છે. મહત્વનું છે કે યુવતીની સુસાઈડ નોટમાં મરજીથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. જ્યારે પ્રેમી યુવકનો આરોપ છે કે યુવતીની હત્યા કરીને દફનાવી દેવાઈ છે.
Jalalpore: Panel postmortem performed of the youth who committed suicide in an alleged love affair #Navsari #Gujarat #TV9News pic.twitter.com/0yHw6Vn42R
— Tv9 Gujarati (@tv9gujarati) April 26, 2023
જલાલપોરના અબ્રામા ગામમાં રહેતી યુવતીનું શંકાસ્પદ મોત થતા પ્રેમીએ સુરત રેન્જ આઈજીને અરજી કરી પ્રેમિકાના પરિજનો પર ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો છે. પ્રેમીનું કહેવું છે કે યુવતી અને તેની વચ્ચે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતી 20 એપ્રિલે ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. જેથી પ્રેમીએ યુવતીને વલસાડથી લાવી પરીવારના સભ્યોને સોંપી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે પ્રેમિકાના આપઘાતનો પ્રેમીએ અસ્વીકાર કર્યો અને પ્રેમિકાના પરિવારજનો પર તેણે ઓનર કિલિંગનો આક્ષેપ કર્યો હતો.
આ અગાઉ આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર-2 સોસાયટીમાં મહિલાની હત્યા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી હતી. IB ઓફિસરે પત્નીની હત્યા માટે સોપારી આપી હતી. પોલીસે આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરી તેમના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઘટના એવી હતી કે 6 મહિના પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ 2માં એફ બ્લોકના મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 2:27 pm, Wed, 26 April 23