Vadodara: સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની તૈયારી, ‘જાગૃત નાગરિક’ સંસ્થાએ 1993ની ઘટના ટાંકીને કર્યો વિરોધ

|

Dec 05, 2021 | 6:17 PM

Vadodara: સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની માનપાની તૈયારી છે. ત્યારે 'જાગૃત નાગરિક' સંસ્થાએ 1993ની ઘટના ટાંકીને તેનો વિરોધ કર્યો છે.

વડોદરાના (Vadodara) સુરસાગરમાં બોટિંગ (Sursagar Boating) શરૂ કરવા મુદ્દે ‘જાગૃત નાગરિક’ સંસ્થાએ વિરોધ નોંધાવ્યો છે. સંસ્થાએ 1993ની દુર્ઘટનાને ટાંકીને મ્યુનિસીપલ કમિશનરને (Vadodara Municipal Corporation) નોટિસ આપી છે અને ફરી બોટ દુર્ઘટના થઈ શકે છે તેવી ભીતિ વ્યક્ત કરી છે. સંસ્થાનું કહેવું છે કે, 1993ની દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હતા જેમાંથી 21 લોકોને 7 હજાર 500 જેટલું વળતર ચૂકવાયું હતું તે હાસ્યાસ્પદ હતું.

ત્યારબાદ તેઓ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા જેમાં મૃતકોના પરિવારને કુલ 1 કરોડ 39 લાક રૂપિયા વળતર ચુકવવાનો આદેશ અપાયો. આમ, સરકાર પાસેથી વળતર મળતા પરિવારજનોને 21 વર્ષ લાગ્યા. સંસ્થાની માગણી છે કે, જો સુરસાગરમાં ફરી બોટિંગની સુવિધા શરૂ કરવી હોય તો પહેલાં કોર્પોરેશન જાહેર કરે કે હવે દુર્ઘટના સર્જાશે તો કેટલું વળતર ચુકવાશે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે, જો કોર્પોરેશન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા વગર બોટિંગ સેવા શરૂ કરશે તો હાઇકોર્ટમાં PIL કરશે.

ઉપરાંત દુર્ઘટનામાં પતિને ગુમાવનાર મહિલાએ પણ માગણી કરી છે કે, ફરી આવી દુર્ઘટના ન સર્જાય તેના માટે કોર્પોરેશને પગલાં લેવા જોઈએ. તેમના લગ્નના ચોથા વર્ષે જ દુર્ઘટના સર્જાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મ્યૂનિસિપલ કોર્પોરેશને આપેલી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. આ મુદ્દે સંસ્થાનો દાવો છે કે, 1993માં પણ આ જ રીતે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આરોપ છે કે, આવી જાહેરાત આપી કોર્પોરેશન છટકવા માગે છે.

 

આ પણ વાંચો: GANDHINAGAR : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ગર્વથી કહીએ છીએ કે કાશ્મીર આપણું છે”

આ પણ વાંછો: Goa Election: ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે, અરવિંદ કેજરીવાલે ગોવામાં કરી ઘણી મોટી જાહેરાતો

Next Video