નવા સુકાનીથી થશે નવસર્જન? જગદીશ ઠાકોર આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળશે

|

Dec 06, 2021 | 10:37 AM

Gujarat: મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસને નવા સુકાની મળી ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે.

Gujarat: લાંબી મથામણ બાદ કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રસનું સુકાન ઓબીસી નેતા જગદીશ ઠાકોરને (Jagadish Thakot) સોંપ્યું છે. ત્યારે આજે એટલે કે 6 ડિસેમ્બરે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સીનિયર નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં પદગ્રહણ કરશે. જગદીશ ઠાકોર પ્રમુખ તરીકે પદભાર સંભાળશે. પદગ્રહણ પહેલા રિવરફ્રન્ટથી રોડ-શોનું આયોજન કરાયું છે.

આ રોડ-શોમાં તેમની સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. બીજી તરફ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પણ પદભાર સંભાળશે. ચાર્જ સંભાળ્યા બાદ પ્રદેશ સમિતિ ખાતે અભિવાદન સમારોહ યોજાશે. મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે કોની નિયુક્તિ કરવી એ મુદ્દે ઘણાં લાંબા સમયથી કવાયત મંડાઇ હતી. લાંબી ચર્ચા બાદ હાઈકમાન્ડ દ્વારા જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.

કોણ છે જગદીશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Gandhinagar: વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને પણ રહેવું પડશે ક્વોરન્ટાઈન, કેન્દ્રની ગાઈડલાઈન, જાણો વધુ

આ પણ વાંચો: Omicron: શું સરકાર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ વેક્સિનના વધારાના ડોઝ અપાશે?

Published On - 7:45 am, Mon, 6 December 21

Next Video