
ગુજરાત(Gujarat) કોંગ્રેસના(Congress) નવા પ્રમુખ જગદીશ ઠાકોર( Jagdish Thakor ) અને સુખરામ રાઠવા (Sukhram Rathwa) વિપક્ષના નેતા બન્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસના(Congress) પ્રમુખ પદને લઇને ટીવીનાઇન પાસે મોટી માહિતી આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં સુકાનીપદનો સળવળાટ ફરી શરૂ થયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ(President) અને વિપક્ષના નેતાના(LOP) નામની પસંદગી કરવામાં આવી છે. જો કે આ અંગે હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
જેમાં મળતી માહિતી મુજબ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર( Jagdish Thakor ) અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું(Sukhram Rathwa)નામ સૌથી આગળ છે. જેમાં જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ રહી છે ચૂક્યા છે. જ્યારે સુખરામ રાઠવા પાવી જેતપુરના ધારાસભ્ય છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસ બક્ષીપંચ અને આદિવાસી નેતાને સુકાન સોંપે તેવી સંભાવના છે.
Published On - 6:58 pm, Thu, 2 December 21