Surat: આવકવેરા વિભાગે બોલાવ્યો સપાટો, શહેરના 21 બિલ્ડર ગ્રૂપ, ભાગીદારો અને ફાઈનાન્સરને ત્યાં દરોડા

|

Dec 03, 2021 | 1:35 PM

Surat: હેરમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. માહિતી પ્રમાણે અમદાવાદ, સુરતના અધિકારીઓ વહેલી સવારથી તપાસ કરી રહ્યા છે .

Surat IT Raid: શહેરમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના 21 બિલ્ડર ગ્રૂપ (Builders Group), બિલ્ડર્સના ભાગીદારો અને ફાઈનાન્સરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને સુરતના (Ahmedabad and Surat) આવકવેરા વિભાગના અધિકારીઓ વહેલી સવારથી તપાસ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સંગીની ગ્રૂપ અને તેના બે ભાગીદારોને ત્યાં રેડ કરવામાં આવી છે. સાથે જ અરિહંત ગ્રૂપ, મહેન્દ્ર ચંપક ગ્રૂપ અને અશેષ ડોશીને ત્યાં પણ તપાસ કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન જાણીતા બિલ્ડર ગ્રૂપમાંથી મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. તો આ રેડને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે.

થોડા સમયથી આયકર વિભાગે ટેક્સ ચોરો પર તારાપ મારી છે. તાજેતરમાં જ અનેક નામચીન કંપની પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રત્નમણી અને એસ્ટ્રલ પાઈપ જેવી મોટી કંપનીઓના પણ નામ છે. અહેવાલો પ્રમાણે આ દરેક કંપનીમાંથી મોટાપાયે બેનામી હિસાબ મળી આચ્યા છે. તેમજ અનેક રેડમાં સંપત્તિ પણ મળી આવી છે. તો માણેકચંદના ડીલર પણ પર કેટલાક અઠવાડિયા અગાઉ દરોડા પાડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: Jamnagar: આફ્રિકાથી આવેલા વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, સંપર્કમાં આવેલા 11 સભ્યો હોમ ક્વોરન્ટાઈન 

આ પણ વાંચો: ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

Published On - 12:32 pm, Fri, 3 December 21

Next Video