Breaking News : સુરતથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટ, અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયુ

|

Feb 26, 2023 | 4:20 PM

ફ્લાઇટમાં 50થી વધુ મુસાફરો ઉપસ્થિત હતા. સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થઇ ત્યારે બર્ડ હિટની ઘટના બની હતી.

Breaking News : સુરતથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટ, અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયુ

Follow us on

સુરતથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડ હિટ થયુ છે. અમદાવાદમાં ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયુ છે. મુસાફરોને અમદાવાદથી ઇન્ડિગોની અન્ય ફ્લાઇટમાં દિલ્હી લઇ જવાયા છે. ફ્લાઇટમાં 50થી વધુ મુસાફરો ઉપસ્થિત હતા. સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થઇ ત્યારે બર્ડ હિટની ઘટના બની હતી.

સુરતથી દિલ્હી જતી ફલાઇટ સાથે બર્ડ હિટ થયુ છે. સુરતથી દિલ્હી થઈને  પ્લેનમાં સવાર મુસાફરો કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું. જે પછી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. સદનસીબે કોઇ દુર્ઘટના થતી અટકી છે. તો ઘટના બાદ તમામ 50 મુસાફરો માટે અન્ય ફ્લાઇટની સુવિધા કરવામાં આવી હતી. તમામ મુસાફરોને અમદાવાદથી અન્ય ફ્લાઇટમાં બેસાડીને દિલ્હીમાં લઇ જવાયા હતા.

મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટની અનેક ઘટનાઓ બનતી રહે છે.  આ સિવાય અનેક અન્ય દુર્ઘટનાઓના કારણે પણ એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. જેમ કે, ટાયર ફાટવું, એન્જિનમાંથી ધુમાડા નીકળવા તેમજ રનવે પર 2 વિમાન સામસામે આવી જવા જેવી ઘટનાને પગલે હજારો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હોય તેવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે.અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ નોંધાઈ છે.

Rice For Skin Care : ચોખાનું પાણી સ્કીન માટે છે વરદાન, જાણો તેના ફાયદા
વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર
શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video
રોજ ખાલી પેટ તુલસીના પાણીનું સેવન કરવાથી જાણો શું થાય છે?
સુરતની નવરાત્રીમાં 'સરકારી' ગીત પર કિંજલ દવેએ કર્યો જબરદસ્ત ડાન્સ મૂવ્સ, જુઓ Video

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 3:57 pm, Sun, 26 February 23

Next Article