Independence Day: અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video

|

Aug 15, 2023 | 12:13 PM

ધાર્મિક મંદિરોમાં પણ સ્વતંત્રતા દિવસને લઈ આજે ખાસ શણગાર સજેલો જોવા મળી રહ્યો છે, પ્રસિદ્ધ મંદિરોને તિરંગાના કલરથી રોશનીથી ઝળહળતુ પૂર્વસંધ્યાથી જ શણગારવામાં આવ્યા છે. ભગવાનના દર્શન પણ ગર્ભ ગૃહમાં તિરંગા સાથે થઈ રહ્યા છે.

Independence Day: અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video
યાત્રાધામમાં સુંદર શણગાર

Follow us on

સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાનો અને અને ખાનગી તેમજ સરકારી બિલ્ડીંગો પર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. ધાર્મિક મંદિરોમાં પણ સ્વતંત્રતા દિવસને લઈ આજે ખાસ શણગાર સજેલો જોવા મળી રહ્યો છે, પ્રસિદ્ધ મંદિરોને તિરંગાના કલરથી રોશનીથી ઝળહળતુ પૂર્વસંધ્યાથી જ શણગારવામાં આવ્યા છે. ભગવાનના દર્શન પણ ગર્ભ ગૃહમાં તિરંગા સાથે થઈ રહ્યા છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ સ્વતંત્રતા પર્વને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યો છે. આવી જ રીતે અંબાજી મંદિરને પણ સુંદર રોશનીથી ઝળહળતુ કરવામાં આવ્યુ છે. જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શિવલિંગ પર તિરંગાને રાખવામાં આવ્યો છે. આમ ભગવાનના દર્શનના આજે ધાર્મિક ભક્તિ સાથે દેશ ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સાળંગપુર હનુમાન દાદાનો શણગાર

પ્રસિદ્ધ હનુમાનજી મંદિર સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાના મંદિરે અનોખો શણગાર સજવામાં આવ્યો હતો. દાદાને તિરંગાનો દિવ્ય શણગાર સજવામાં આવ્યો હતો. સાળંગપુર દાદાને દરરોજ સુંદર શણગાર અલગ અલગ સજવામાં આવતા હોય છે. પરંતુ 15 ઓગષ્ટે વિશેષ શણગાર પવિત્ર મંગળવારના દિવસે કરવામાં આવ્યો હતો. સફેદ અને કેસરી ફુલો તમજ લીલા પાન વડે ત્રણ રંગોથી સુંદર શણગાર કરાયો હતો.

દાદાની પ્રતિમાની ઉપર લાલ કિલ્લાની છબી તૈયાર કરીને રાષ્ટ્ર ધ્વજ પણ લગાવવામાં આવ્યા હતા.

અંબાજીમાં સુંદર રોશની કરાઈ

પ્રસિદ્ધ યાત્રાધામમાં એક દિવસ અગાઉથી જ સુંદર દેશભક્તિમય વાતાવરણ મંદિરના ચોકમાં જોવા મળી રહ્યુ છે. અહીં શાળાના બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજીને દેશભક્તિના નાદથી મંદિર પરિસરને ગુંજાવ્યુ હતુ. જેનો વીડિયો પણ ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

મંદિરને ખાસ લાઈટીંગ કરવામાં આવી હતી. ત્રણ રંગની રોશનીનો શણગાર સજાવવામાં આવ્યો હતો. ખૂબ જ સુંદર રોશનીનો શણગારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત મંદિર દ્વારા તસ્વીરો પણ દેશભક્તિને લઈ તૈયાર કરીને શેર કરવામાં આવી હતી.

સોમનાથ દાદાની સાથે તિરંગો

અધિક શ્રાવણમાસમાં ભક્તોનો ધસારો શિવ મંદિરોમાં ખૂબ રહે છે. પ્રસિદ્ધ સોમનાથ મંદિરે જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો ખૂબ રહેતો હોય છે. 15 ઓગષ્ટને લઈ અહીં ભગવાન સોમનાથના શિવલિંગ પર તિરંગાને રાખવામાં આવ્યો હતો. આમ શિવલિંગના દર્શન સાથે તિરંગાના દર્શન કરી રહ્યા હતા.

બગદાણામાં તિરંગા હાર

બાપા સિતારામ મંદિર ખાતે બાપા સિતારામને તિરંગા હાર અર્પણ કરાયો હતો. મંદિરે ભક્તોએ તિરંગો લહેરાવ્યો હતો અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

ચોટીલા મંદિરે અનોખા દર્શન

પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પણ સુંદર દિવ્ય શણગાર સજવામાં આવ્યો હતો. ચામુંડા માતાજીની મુર્તી સાથે ગર્ભગૃહમાં તિરંગા લહેરાવાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

રાજ્યમાં પાવાગઢ, શામળાજી, સહિતના પ્રસિદ્ધ મંદિરોમાં સ્વતંત્રતા પર્વને લઈ દેશ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સુંદર સજાવટ સાથે તિરંગા મંદિરોના ગર્ભ ગૃહ અને મંદિરની બહાર જોવા મળી રહ્યા હતા.

 

 

આ પણ વાંચોઃ Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:02 pm, Tue, 15 August 23

Next Article