આગામી 24 કલાકમાં ઉતર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારમાંથી નૈઋત્યનુ ચોમાસુ પૂર્ણ થવાની થશે શરૂઆત, ગુજરાતમાં વરસ્યો છે 95 ટકા વરસાદ

|

Oct 05, 2021 | 6:07 PM

આ વર્ષે ગુજરાતમાં અત્યાર  ( 5 ઓક્ટોબર 2021) સુધીમાં 95 ટકા વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે.

આગામી 24 કલાકમાં ઉતર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારમાંથી નૈઋત્યનુ ચોમાસુ પૂર્ણ થવાની થશે શરૂઆત, ગુજરાતમાં વરસ્યો છે 95 ટકા વરસાદ
southwest monsoon Satellite image

Follow us on

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમા દેશના ઉતર પશ્ચિમ વિસ્તારના કેટલાક ભાગમાંથી નૈઋત્યનુ ચોમાસુ પૂર્ણ થશે. જે ધીમે ધીમે, દેશના વિભિન્ન ભાગમાંથી નેઋત્યનુ ચોમાસુ પૂર્ણ થશે. આગામી 10 દિવસમાં ગુજરાતમાંથી પણ વિધિવત્ત રીતે નૈઋત્યના ચોમાસુ પૂર્ણ થવાની જાહેરાત કરાશે.

આ વર્ષે ગુજરાતમાં અત્યાર  ( 5 ઓક્ટોબર 2021) સુધીમાં 95 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં જુન મહિનામાં 120.38 મી.મી., જુલાઈ મહિનામાં 176.70 મી.મી વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર 65 મી.મી. જ વરસાદ વરસ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ એટલે કે, 426.21 મી.મી વરસાદ નોંધાયો છે. તો ઓક્ટોબર મહિનામાં 10.49 મી.મી. વરસાદ વરસ્યો છે.

કયા ઝોનમાં કેટલો વરસ્યો વરસાદ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતના વિવિધ ઝોન વાઈઝ વરસાદની માત્રા જોઈએ તો, કચ્છમાં 4442 મી.મી વરસાદની સરેરાશ સામે 494 મી.મી. એટલે કે 111.69 ટકા વરસાદ વરસ્યો છે. ઉતર ગુજરાતમાં 717 મી.મી. વરસાદની સરેરાશની સામે 513 મી.મી એટલે કે 71.59 ટકા જ વરસાદ વરસ્યો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં 806 મી.મી. વરસાદની સરેરાશ સામે 675 મી.મી. એટલે કે 83.66 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 701 મી.મી. વરસાદની સરેરાશ સામે અત્યાર સુધીમાં 796 મી.મી. એટલે કે, 113.57 ટકા વરસાદ વરસ્યો છે. જે સમગ્ર રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 1462 મી.મી. વરસાદની સરેરાશ સામે આ વર્ષે અત્યાર સુધીમાં 1362 મી.મી. એટલે કે 93.17 ટકા વરસાદ વરસ્યો છે.

કેટલા તાલુકામાં કેટલા મી.મી. વરસાદ

ગુજરાતમા 126થી 250 મી.મી. સુધીનો વરસાદ ધરાવતા તાલુકાઓની સંખ્યા એક છે. તો 251થી 500 મી.મી. સુધીનો વરસાદ ધરાવતા તાલુકાઓની સંખ્યા 59 છે. 501થી 1000 મી.મી. સુધીનો વરસાદ ધરાવતા તાલુકાઓની સંખ્યા 130 છે. જ્યારે 1001 મી.મી.થી વધુ વરસાદ ધરાવતા તાલુકાઓની સંખ્યા 61 છે.

કચ્છ- ઉતર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં કયા તાલુકામાં નોંધાયો 100 ટકા વરસાદ

કચ્છ જિલ્લામાં અંજાર, ભૂજ, ગાંધીધામ, નખત્રાણા તો ઉતર ગુજરાતના સરસ્વતી, બેચરાજી, તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ધોલેરા, મહેમદાવાદ, નડીયાદ, આણંદ, ખંભાત, સોજીત્રા, તારાપુર, છોટે ઉદેપુર, જેતપુર પાવી, કવાંટ તાલુકામાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના કયા તાલુકામાં વરસ્યો 100 ટકા વરસાદ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયલા, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, હળવદ, ટંકારા, વાંકાનેર, ધ્રોલ, જામજોધપુર, જોડીયા, કાલાવડ, લાલપુર, ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા, કુંતિયાણા, પોરબંદર, રાણાવાવ, બોટાદ, બરવાળા, ઉમરાળા, પાલિતાણા, મહુવા, ઘોઘા, ગારિયાધાર, ભાવનગર, વડિયા, સાવરકુંડલા, રાજુલા, લિલિયા, બગસરા, બાબરા અને અમરેલી તાલુકામાં 100 ટકાથી વઘુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, વિસાવદર,વંથલિ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળિયા, કેશોદ, જૂનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકા, ભેસાણમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના કયા તાલુકામાં 100 ટકા વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, હાંસોટ, નેંત્રગ, વાગરા, વાલિયા, દેડીયાપાડા, નાંદોદ, બારડોલી, મહુવા, ઓલપાડ, પલસાણા, સુરત શહેર, ગણદેવી, ખેરગામ, નવસારી, કપરાડા, ઉમરગામ, વલસાડ, વાપી તાલુકામાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ Navratri 2021: નોરતામાં મા અંબાના દર્શન કરવા અંબાજી જવા માંગતા હોવ તો જાણી લો આરતી-દર્શનનો સમય

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે વકીલને ખખડાવતા કહ્યું, “આ બગીચો નથી કે તમે મનફાવે ત્યારે આવો અને જાઓ”

 

Next Article